અતુલ તિવારી/અમદાવાદ: સિવિલ હોસ્પિટલ દ્વારા 1 એપ્રિલથી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરાશે. હોસ્પિટલમાં નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓ એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી વખત તપાસ માટે આવવા SMS કરીને જાણ કરવામાં આવશે. દર્દીઓએ ફરી વખત હોસ્પિટલમાં આવતા સમયે આગળની સારવારના કાગળ ઓપીડી વિભાગમાં સવારે 8.30 કલાકે બતાવવાના રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને દંડ ફટકાર્યો, પીએમ મોદીના ડિગ્રીની માંગી હતી કોપી


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થાય એ હેતુથી દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી પહેલ હાથ ધરાશે. સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.


શ્વાન જેવા ઉંદરો ધરતી પર ફરશે, જાણો વૈજ્ઞાનિકોના દાવામાં કેટલી છે સત્યતા


સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા ને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે..


ભારતી, ચંદન અને ક્રિષ્નાએ શા માટે છોડ્યો છો ? કપિલ શર્માએ પહેલી વખત કર્યો ખુલાસો