સંદીપ વસાવા/કામરેજ: સુરતના કામરેજમાં ATM ચોરીનો નિષ્ફળ પ્રયાસની ઘટના બની છે. ગેસ કટર દ્વારા ATM કાપવા જતા ATM મશીન સળગ્યું હતું. જી હા...તસ્કરો ATM મશીન સળગતું મૂકી ફરાર થયા હતા. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14, 15 જાન્યુઆરીએ કોઈ પણ ફલાયઓવર બ્રિજ પર નીકળ્યા તો ભરાશો, ટુ વ્હીલર ચાલકો માટે બંધ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કામરેજ તાલુકાના કામરેજ થી નનસાડ જતા માર્ગ પર સત્યમ ચોકડી પાસે આવેલા હિતાચી કંપની ના એ.ટી.એમ સેન્ટર માં મોડી રાત્રે અથવા વહેલી સવારે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તસ્કરો ગેસ કતર વડે એ.ટી.એમ મશીન કાપી રહ્યા હતા દરમ્યાન એ.ટી.એમ મશીન માં આગ ભભૂકી ઉઠી હતી. મશીનમાં આગ લાગી જતા તસ્કરો એ.ટી.એમ મશીન સળગતું મૂકી ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા હતાં. 


ગુજરાતની વધુ એક સિદ્ધિ; વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડબ્રેક MoU, હવે લાખો નોકરીઓનું થશે


વહેલી સવારે એ.ટી.એમ મશીન માંથી ધુમાડો નીકળતા જોઈ સ્થાનિકોએ ફાયર વિભાગ અને પોલીસ ને જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ પોલીસ ને જાણ કરતા પોલીસે કંપની ના કર્મચારીઓને બોલાવી મશીન માંથી પૈસા ની ચોરી થઈ છે કે કેમ અથવા તો આગ ની અંદર પૈસા ને નુકશાન થયું છે કે કેમ તેની તપાસ હાથધરી છે. 


કબૂતરબાજી કેસમાં મોટો ખુલાસો: છેલ્લા 1 વર્ષમાં કેટલા પંજાબી અને ગુજરાતીઓ US પહોચ્યા?


તસ્કરોએ ચોરી કરતા પહેલા એ.ટી.એમ સેન્ટર માં લાગેલ સી.સી.ટી.વી કેમેરા પર બ્લેક કલર નો સ્પ્રે છાંટી કેમેરાની દિશા બદલી નાખી હતી. સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.