તેજશ મોદી/ સુરત: વિદેશી વસ્તુઓની દાણચોરી કરી તેને દેશમાં ગેરકાયદેસર રીત ઘુસાડી ટેક્સની ચોરી કરી કેટલાક લોકો આર્થિક લાભ મેળવતા હોય છે, આવા ગુનેગારો સામે દેશની અલગ અલગ એજન્સીઓ કડક કાર્યવાહી સમયાંતરે કરતી હોય છે. ત્યારે સુરત સ્થિત ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ગુપ્ત માહિતીને આધારે વિદેશથી આવતા કન્ટેનરોમાં છુપાવીને લાવતી વસ્તુઓનો અંદાજીત 20 કરોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર વિદેશી વસ્તુઓની દાણચોરી કરી તેને દેશમાં ઘુસાડવામાં આવી રહી હોવાની એક ગુપ્ત માહિતી સુરત ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને મળી હતી. મુંબઈ સ્થિત સ્મગલરો દ્વારા આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું. આ ગેંગ ફૂટવેર, ઘડિયાળો, કોસ્મેટિક વસ્તુઓ,પર્સ, બેગ્સ, અન્ડરગારમેન્ટસ સહિતની વિદેશી બ્રાંડની વસ્તુઓ ગેરકાયદેસર ખોટી વસ્તુઓ બતાવી કન્ટેનરોમાં છુપાવી સુરતના સચિન વિસ્તારમાં આવેલા ઇનલેન્ડ કન્ટેનર ડેપો સુધી લાવતા હતા.


હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે ફેંક્યો મોટો પડકાર


આ માહિતીને આધારે સુરત ડીઆરઆઈ દ્વારા ICD ખાતે મુકવામાં આવેલા કન્ટેનરો પૈકી " Furniture Inland Haulage for Laden Container" ની તપાસ કરવામાં આવી હતી. અહીં થી 54 વેગન બેગ મળી આવી હતી. આ સાથે અન્ય કેટલો સામાન પણ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા 618 કાર્ટુન ભરેલો શંકાસ્પદ સામાન અલગથી મુકવામાં આવ્યો હતો.


 



તપાસ કરતા વિદેશી બ્રાંડની હાથ ઘડિયાળો, ફૂટવેર, કોસ્મેટિક્સ, પર્સ, બેગ, સ્પ્રે, સહિતની વસ્તુઓ મળી આવી હતી. આ તમામ વસ્તુઓ પ્રતિબંધિત હતી. આથી એક વાત સ્પસ્ટ હતી કે, ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસાડવામાં આવી હતી. આ તમામ વસ્તુઓને જપ્ત કરવામાં આવી હતી જેની અંદાજીત કિંમત 20 કરોડની આસપાસ થઇ રહી છે. જોકે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.