ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અજીબોગરીબ ઘટના બની છે. એક કોબ્રાએ પાંજરામાં પૂરાયેલી સિંહણને સર્પદંશ માર્યો છે. આ બાદ સિંહણની હાલત ગંભીર હોવાથી તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના પ્રદ્યમન પાર્ક ઝૂમાં 3.5 વર્ષની ઋત્વી નામની સિંહણ છે. ગઈકાલે વહેલી સવારે ઝૂના કર્મચારીઓ રાઉન્ડમાં હતા ત્યારે સિંહણ સૂતી હતી. સિંહણમાં કોઈ જ પ્રકારનું હલનચલન ન હતું. કર્મચારીઓએ તેને ધ્યાનથી જોયુ તો તે બીમાર જેવી લાગી હતી. તે બેહોશ અવસ્થામાં પાંજરામાં પડેલી હતી. તેથી તાત્કાલિક તેની તપાસ કરવામાં આવી હતી. 


મેડિકલ ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, તેની પૂંછડીના ભાગમાં સોજો છે. તેથી ત્યા તપાસ કરતા સાપે તેને દંશ દીધો હોવાનું સામે આવ્યું હતું. ઋત્વી નામની 3.5 વર્ષની સિંહણને સાપે દંશ મારતા હાલત ગંભીર બની છે અને હાલ કોમામાં સરી પડતા બાટલા ચઢાવાયા હતા.