નરેશ ધારાણી, અમદાવાદઃ ગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું તે પણ જાણી લો તો તુરંત બચાવ થઈ શકે. સાપ ખુબ જ ઝેરી હોય છે. સાપને જોઈને જ લોકોને ડર લાગતો હોય છે. પરંતુ હવે ઉત્તરોતર સર્પદંશના કેસ વધી રહ્યા છે. અવાર નવાર લોકોને કાળોતરો ડંશી રહ્યો છે. ચોમાસામાં આવા કેસોની સંખ્યા ખુબ વધી જાય છે. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં ગાયબ થઈ ગયા કચ્છના શિયાળ? જાણો કાળા ડુંગર પર હવે કેમ નથી આવતા શિયાળ


ભારતમાં લગભગ 2 હજારથી વધુ જાતના સાપ જોવા મળે છે. જેમાં માત્ર 5 જાતના જ સાપ ઝેરી હોય છે. બાકીના બધા બિનઝેરી હોય છે. એટલે કે તેના કરડવાથી જીવનું જોખમ નથી રહેતું. ભારતમાં નાગ, નાગરાજ, કાળોતરો, ચીતળ અને કુરસા સાપ ખુબ જ ઝેરી માનવામાં આવે છે. જેમના કરડવાથી અનેક લોકો જીવ ગુમાવે છે. કોઈને પણ પૂછો કે તમને સાપથી ડર લાગે છે તો સ્વભાવિક રીતે જવાબ હા જ હોય છે. દુનિયાના ઘણા એવા દેશ છે કે જ્યાં લોકો દરરોજ આ ખતરાનો સામનો કરે છે. ઘણી વખત સાપ કરડ્યા બાદ સારવાર ન મળતા લોકો જીવ પણ ગુમાવે છે. પરંતુ હવે ગુજરાતમાં સર્પદંશ વધતા ચિંતા વધી ગઈ છે. ત્યારે સર્પદંશ વધવાના શું કારણ છે તે જાણવા પણ ખુબ જ જરૂરી છે.


ચોમાસાની ઋતુમાં વધે છે સર્પદંશ:
ચોમાસાનીઋતુનો પ્રારંભ થતા મહાનગરોમાં સરિસૃપો બહાર આવવાની ઘટના વધવા લાગે છે. ઘણી વખત રહેણાક વિસ્તારમાં પ્રવેશી ગયેલા સાપ કરડવાના બનાવ પણ નોંધાતા હોય છે. ત્યારે 108માં આવેલા કોલ મુજબ અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષમાં સાપ કરડવાના કુલ 327 કેસ નોંધાયા છે. જેમાં 21 જૂન 2021 સુધીમાં જ 22 જેટલા કેસ નોંધાયા છે.


4 વર્ષમાં 16 હજારથી વધુને સાપ કરડ્યા:
રાજ્યમાં ચાર વર્ષમાં કુલ 16 હજાર 670 કેસ સર્પદંશના નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ વલસાડમાં 1 હજાર 708 નોંધાય છે.દર વર્ષે રાજ્યમાં સાપ કરડવાના 5 હજારથી વધુ કેસ નોંધાતા હોય છે. 2021માં જુન મહિના સુધીમાં જ રાજ્યમાં 1 હજાર 412 લોકોને સાપ કરડી ચૂક્યા છે. જો કે ચોમાસામાં સાપ કરડવાના કેસમાં વધારો નોંધાતો હોય છે.


દક્ષિણ ગુજરાતમાં સાપનો આતંક:
આમ તો રાજ્યભરમાં સાપ કરડવાના કેસ નોંધાતા હોય છે.પરંતુ સૌથી વધુ વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, નવસારીમાં સાપ કરડવાના કોલ આવે છે. ચોમાસામાં સાપના દરમાં વરસાદી પાણી ઘૂસી જતા સાપ બહાર આવી જતા હોય છે. ચોમાસામાં દેડકા વધારે જોવા મળતા હોવાથી શિકાર કરવા સાપ ગમે ત્યાં પહોંચી જતા હોય છે. જેથી દેડકાની પાછળ સાપ ઘરમાં પણ આવી જતા હોય છે અને સર્પ દંશના બનાવ બને છે.


શિકાર કરવામાં ઘર સુધી પહોંચે છે સાપ:
ગામડાઓમાં લાઇટના અજવાળામાં ગરોળી, દેડકા, માખી-મચ્છર, કિડી, મકોડા ખાવા આવતા હોય છે. આથી સાપ પણ તેમની પાછળ પાછળ આવી જતા હોય છે. ત્યારે જાણે-અજાણએ લોકોનો પગ સાપ પર પડી જતો હોય છે. જેથી સાપ પોતાના બચાવ માટે કરડો હોય છે. ખેતરમાં પણ આવી જ રીતે સર્પદંશના બનાવ બનતા હોય છે.


અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સાપનો વધુ ખતરો:
અમદાવાદમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાના કેસ વધુ નોંધાતા હોય છે. વર્ષ 2018માં સર્પદંશના 93 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2019માં 110 કેસ નોંધાયા હતા. તો વર્ષ 2020માં સર્પદંશના 102 કેસ નોંધાયા હતા. તો વર્ષ 2021માં જૂન માસ સુધી 22 કેસ નોંધાયા હતા.


સર્પદંશ વખતે શું કરવું જોઈએ?
સાપ કરડે તો સૌથી પહેલાં તો 108ને જાણ કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ. 70 સાપ બિનઝેરી હોય છે જેથી સાપ ઝેરી છે કે બિનઝેરી તેની ઓળખ કરવી જોઈએ. સાપ કરડે ત્યારે ઘરગથ્થુ સારવારના ભરોશે ન રહેવું જોઈએ. સર્પદંશ થાય તે સમયે દર્દીને ચત્તા સુવડાવી રાખવા જોઈએ. સ્થિર રાખી બિલકુલ હાથ-પગ વાળવા ન જોઈએ. સાથે જ હાથ-પગમાં લોહીનું પરિભ્રમણ બંધ થાય તેનું ધ્યાન રાખવું. ચારે બાજુથી નાડી, દોરી બાંધીને દબાણ આપીને વધારે થાય તેવું ન કરવું. તેનાથી હાથ અને પગને કાપવો પણ પડી શકે છે.

બસ તેલના માત્ર બે જ ટીપા અને મજા થઈ જશે ડબલ! પછી તો પાર્ટનર પણ જોડી દેશે હાથ

STUDY: માછલી નહીં ખાનારા થઈ જાઓ સાવધાન, 5 વર્ષ ઉંમર થઈ જશે ઓછી!

રાત્રે ઊંઘતા પહેલા ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું સેવન, થઈ જશે તમારી ઊંઘ હરામ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube