અલકેશ રાવ/બનાસકાંઠા :ભાગ્યે જ બનતી ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બની છે. જોકે, આ ઘટનાથી લોકોમાં ડર પણ ભરાઈ ગયો છે. બનાસકાંઠામાં દુષ્કાળના સંકેત આપતો કિસ્સો બન્યો છે. બનાસકાંઠામાં એક સાપ બીજા સાપને ગળી જવાની ઘટના બની છે. એક માન્યતા પ્રમાણે એક સરખો જીવ બીજા જીવને ગળે તો દુષ્કાળ (drought) ના સંકેત કહેવાય છે. ગુજરાતમાં હાલ એક ટીપું ય વરસાદ નથી. સરકાર જલ્દી જ ગુજરાત (gujarat) ને દુષ્કાળગ્રસ્ત રાજ્ય જાહેર કરે તેવુ સંકટ આવ્યું છે. આવામાં આ ઘટનાથી લોકોમાં ડર પ્રસરી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંગલનો કાયદો અજીબ છે. અહીં દરેક શક્તિશાળી પ્રાણી નબળા પ્રાણીને શિકાર બનાવે છે. જે મારતો નથી તેણે મરી જવાનું રહે છે. અહીં શક્તિશાળીનું રાજ છે. નબળાને કોઇ સ્થાન નથી. જ્યારે બે તાકતવર જીવ અથડાય ત્યારે અજીબોગરીબ ઘટનાઓ પણ બની જાય છે. આવું જ કંઇક બન્યું બનાસકાંઠા (banaskantha) ના ધનિયાણા ગામમાં, જ્યાં એક સાપ બીજા સાપને આખો ને આખો ગળી ગયો. માન્યામાં ન આવે તેવી આ ઘટના જોઈ સ્થાનિકો પણ આંચકો ખાઇ ગયા છે. આ વિરલ ઘટના બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધનિયાણા ગામમાં એક ખેડૂતના ખેતરમાં બની છે. 



અહીં એક સાપે બીજા સાપને મોઢેથી ગળવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે તે આખા સાપને ગળ ગયો હતો. આવી ઘટના જવલ્લે જ બને છે. સ્થાનિકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ વાયરલ (viral video) થયો છે. પરંતુ લોકો આ ઘટનાને દુષ્કાળના સંકેત માને છે. 


એક સરખા જીવ બીજા સરખા જીવને ગળી જાય તો તે દુષ્કાળ છે તેવુ શસ્ત્રોમાં કહેવાયું છે. કારણ કે, દુષ્કાળમાં જીવ પાસે ખાવા માટે બીજો કોઈ ઓપ્શન નથી. ત્યારે તે આવી સ્થિતિમાં આવી જાય છે.