અમદાવાદઃ ગાંધીનગરમાં 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થયું હતું. આ સમિટમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિદેશના અનેક રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ સહિત દેશના બિઝનેસમેનો હાજર રહ્યાં હતા. વાઈબ્રન્ટ સમિટને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં ઘણી જગ્યાએ વીવીઆઈપી મૂવમેન્ટ જોવા મળી હતી. બે દિવસ અમદાવાદનું એરપોર્ટ પણ ખુબ વ્યસ્ત રહ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા માટે સ્નેપડીલના કો-ફાઉન્ડર કુણાલ બહલ પણ આવ્યા હતા. તેમણે ગુરુવારે અમદાવાદમાં ટ્રાફિકમાં ફસાયેલા તેમના હૃદયસ્પર્શી અનુભવને વર્ણવ્યો છે. આ સાથે ગુજરાત પોલીસનો આભાર માન્યો છે. 


સ્નેપડીલના કો-ફાઉન્ડરે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપ્યા બાદ કુણાલ બહલ એરપોર્ટ જવા માટે નિકળ્યા હતા. પરંતુ રસ્તામાં ભારે ટ્રાફિકમાં ફસાયા હતા. તેમણે એક્સ પર લખ્યું- કઈ રીતે એરપોર્ટ 2.5 કિમી કે ચાલીને 22 મિનિટના અંતરે હતું અને 40 મિનિટમાં ફ્લાઇટ રવાના થવાની હતી. આ તે સફળ અને નિષ્ફળ ક્ષણોમાંથી એક હતી, જ્યારે તમે તમારી ઉડાન પકડવા ઈચ્છો છો, તો તમારે તત્કાલ નિર્ણય લેવો પડશે કે શું તમે અસુવિધાજનક સ્થિતિમાં 2.5 કિમી ચાલવાના છો. સૂટ પહેરી ફોર્મલ શૂઝ પહેરો કે પછી ટ્રાફિક ખુલવાની રાહ જુઓ. કારણ કે જો તમે અત્યારે નિર્ણય ન કર્યો અને ચાલવાનું શરૂ ન કર્યું તો પ્રથમ વિકલ્પ સમાપ્ત થઈ જશે. આપણે બધા આ ક્ષણ જીવી ચુક્યા છીએ.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube