• સાણંદના નિધરાડ ગામમાં યોજાયેલ ધાર્મિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે બેડા લઈ બળિયા દેવના મંદિરમાં પાણી છાંટવા પહોંચી હતી

  • અમદાવાદના સાણંદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા ચાંગોદર પોલીસ દોડતી થઈ હતી, જોકે, પોલીસની જાણ બહાર આટલો મોટો કાર્યક્રમ કેવી રીતે યોજાયો 


આશ્કા જાની/અમદાવાદ :સરકારે ધાર્મિક કાર્યક્રમોથી લઈને લગ્ન પ્રસંગમાં લિમિટેડ માણસોની હાજરીની ગાઈડલાઈન બહાર પાડી છે, છતા લોકો સુધરતા નથી. ગામડાઓમાં જાણે કોરોના નથી અથવા લોકો આ લોકોને કોરોના મજાક લાગે છે તે રીતે લોકો નીકળી પડતા હોય છે. ત્યારે સાણંદ તાલુકાના નવાપુરા ગામે બળિયાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી. ત્યારે ધાર્મિક યાત્રામાં સરકારની ગોવિડ ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થતા કાર્યક્રમના આયોજક સહિત પાંચ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મે, જુલાઈ કે ઓક્ટોબર... જાણો કયા મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર...?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાણંદ તાલુકાના નવાપુરાના નિધરાડ ગામમાં ગઈકાલે બળિયાદેવ મંદિરમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. ત્યારે આ ઘટનાનો વીડિયો વયારલ થયા સાણંદ  પોલીસે ફરિયાદ નોંધી ગામના સરપંચ ફુલાજી ઠાકોર સહિત 22 લોકોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસ દ્વારા ડીજે સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે, હાલ કોરોનાની ગંભીર સ્થિતિમાં ધાર્મિક મેળાવડા ન યોજે. 


હોસ્પિટલમાંથી હીરાભાઈ ગુમ, તો પરિવારે કોના અંતિમ સંસ્કાર કર્યા? વડોદરાની હોસ્પિટલની મોટી બેદરકારી


સાણંદના નિધરાડ ગામમાં યોજાયેલ ધાર્મિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે બેડા લઈ બળિયા દેવના મંદિરમાં પાણી છાંટવા પહોંચી હતી. માથે ધડા લઈને નીકળેલી મહિલાઓના ચહેરા પર માસ્ક પણ ન હતું. સાથે જ પુરુષો પણ મંદિર પર ધજા ચઢાવતા જોવા મળ્યા હતા. ત્યારે ધાર્મિક કાર્યક્રમ પર પ્રતિબંધ છે, તો પછી આ શું ચાલી રહ્યું છે. અમદાવાદના સાણંદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા ચાંગોદર પોલીસ દોડતી થઈ હતી.  


બહારથી અમદાવાદમાં આવનારના હાથમાં આ ડોક્યુમેન્ટ હશે તો જ પ્રવેશ મળશે



નવાપુરા ગામના ધાર્મિક પ્રસંગના આયોજકો (૧) કૌશિલભાઈ ભીખાભાઈ પટેલ (૨) ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા (૩) દશરથભાઈ રાજુભાઈ ઠાકોર (૪) કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર અને ડી.જે. વાળા મહેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરને પીક બોલેરો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.