• ભાજપના નેતાઓને કોનો ડર, કોન તેમના કાન આમળવા આવશે તે હિંમતે કેટલાક કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યાં છે

  • ભાજપ કાર્યકર સામે પ્રદેશ ભાજપ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે મહત્વનું બની રહેશે


ચેતન પટેલ/સુરત :ચૂંટણી પછી કોરોના વકર્યો તે વાતમાં કે બે મત નથી. ગુજરાતની ગલીએ ગલીએ આ જ વાત ચર્ચાઈ રહી છે, ચૂંટણી બાદ કોરોના કેસ વધ્યા. સરકારે બિન્દાસ્તપણે રેલીઓ કરી, સભાઓ યોજી અને હવે કોરોના કેસ વધતા લોકો પાસેથી માસ્કના નામે દંડ વસૂલી રહી છે. જોકે, દંડ વસૂલતી સરકાર પોતાના નેતાઓ પર લગામ લગાવવાની ભૂલી ગઈ છે. તેથી જ નેતાઓ બેફામ બન્યા છે. ભાજપના નેતાઓને કોનો ડર, કોન તેમના કાન આમળવા આવશે તે હિંમતે તેઓ બિન્દાસ્ત બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે, અને કેટલાક કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યાં છે. ત્યારે આજે સુરતમાં માંગરોળ જિલ્લાના ભાજપના કાર્યકર્તાએ લગ્ન પ્રસંગમાં ભીડ ભેગી કરી હતી.


આ પણ વાંચો : ‘મારા પપ્પાએ જ ભાઈને માર્યો’ છ વર્ષની બહેને ખોલ્યો હત્યારા પિતાનો રાઝ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય માણસોની ભીડ એકઠી થવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ લાગે છે કે આ પ્રતિબંધ નેતાઓ માટે નથી. કોરોના કહેર વચ્ચે નેતાઓ લગ્ન પ્રસંગમાં ભીડ ભેગી કરવામાં મસ્તમગન બન્યા છે. સુરત જિલ્લાના માંગરોળમાં ભાજપના કાર્યકર ઈંદ્રિશ મલેકે પોતાની દીકરીના લગ્નના પ્રસંગમાં ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું. માંગરોળના વેરાકુઈ ગામે ડીજે નાઈટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. 


આ પણ વાંચો : ઘડપણની ચિંતા કર્યા વગર ભાવનગરના વૃદ્ધ દંપતીએ ડિફેન્સને કર્યું 1 કરોડનું દાન



ઉલ્લેખનીય છે કે, હજી ગઈકાલે જ તાપી જિલ્લામાં ભીડ ભેગી કરવા અંગે આયોજકો સામે ગુનો નોંધાયો હતો. તેમજ પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ભાજપ કાર્યકર સામે પ્રદેશ ભાજપ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે મહત્વનું બની રહેશે. જોકે, સમગ્ર ઘટના તંત્રના કાન સુધી પહોંચતા પગલા લેવાયા છે. માંગરોળની આ ઘટનામાં બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. તેમજ DSP ઉષા રાડાએ જણાવ્યું કે, ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.