સતત બીજા દિવસે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખના સ્વાગત કાર્યક્રમમાં નિયમોના ધજાગરા ઉડ્યા
- પ્રદેશ યુવા પ્રમુખના સ્વાગતના સમયે ખુદ ભાજપના કાર્યકરો અને આગેવાનોએ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવ્યા
- ભાજપની કારોબારી બેઠકમાં પણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યા
દિનેશચંદ્ર વાડિયા/ઉપલેટા :પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ (prashant korat) હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સતત બીજા દિવસે તેમના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યાં છે. ગઈકાલે રાજકોટ બાદ આજે ઉપલેટામાં તેમના સ્વાગત કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવવામાં આવ્યા છે.
પ્રશાંત કોરાટ માસ્ક વગર જોવા મળ્યા
પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ આજે ઉપલેટાના પ્રવાસે હતા. ઉપલેટાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ યુવા ભાજપના પ્રમુખનો સ્વાગત કાર્યક્રમ રાખ્યો હતો. આ દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા. પ્રદેશ યુવા પ્રમુખના સ્વાગતના સમયે ખુદ ભાજપના કાર્યકરો અને આગેવાનોએ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવ્યા હતા. સ્વાગત કાર્યક્રમ બાદ ભાજપની કારોબારી બેઠકમાં પણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યા. ખુદ યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ પણ માસ્ક વગર હતા. તો ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ માંકડિયા પણ માસ્ક વગર જોવા મળ્યા. શહેરના અશ્વિન ટોકિઝ ચોકમાં સ્વાગત સમયે પણ સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. ઉપલેટામાં યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટના સ્વાગત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉલારીયો કરાયો હતો.
આ પણ વાંચો : રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું Live મોત : FB પર ચાલુ લાઈવમાં એટેક આવ્યો
ગઈકાલે રાજકોટમાં પણ આવુ જ થયું
ગઈકાલે રાજકોટ શહેરમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું સ્વાગત અને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ કરાયો હતો. રાજકોટ શહેરમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું સ્વાગત અને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ટોળેવળીને ઢોલના તાલે વાજતે ગાજતે સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ કર્યો હતો.
બંને શહેરોના કાર્યક્રમ દરમિયાન પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી હતી. ભાજપના નેતાઓ જ આ પ્રકારે સરેઆમ નિયમોનો ભંગ કરે છે, છતાં પક્ષ દ્વારા કોઈ પગલા લેવાતા નથી. ઉલટાનુ નાગરિકો પર જ નિયમો લાદવામાં આવે છે.