ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયતની આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને સામાજિક અંતર (Social Distancing) ના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા. અનેક લોકો માસ્ક પહેર્યા વગર શુભેચ્છા આપવા રીતસરની પડાપડી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોના (Corona) નું સંક્રમણ વધતા 4 મહાનગરોમાં રાત્રી કરફ્યુ (Night Curfew) લાગુ કરવામાં આવ્યું છે. રાજકોટ (Rajkot) માં આજ રાત્રે 10 વાગ્યા થી રાત્રી કરફ્યુની પોલીસ કડક અમલવારી કરવાના મૂડમાં છે. તો બીજી તરફ પોલીસ કમિશ્નર કચેરી થી 15 મીટરના અંતરે જ આવેલી જિલ્લા પંચાયત બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પ્રમુખ ભુપત બોદર અને ઉપ પ્રમુખ સવિતાબેન વાસાણીની વરણીની ઉજવણી કરી હતી. પોલીસ પણ નેતાઓના તાયફાઓ મુક પ્રેક્ષક બનીને જોઈ રહી હતી.

'પાવરી ગર્લ' ને મળ્યો મોટો બ્રેક, એકદમ સુંદર અદાઓ સાથે પાથર્યો જાદૂ


પ્રમુખ ભુપત બોદરે જવાબદારી સ્વીકારી
રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભુપત બોદરે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં ઉપસ્થિત લોકોને કોરોના સંક્રમણ વકરે તોનો જવાબદાર સીધો હું રહીશ. કારણ કે, પ્રમુખ પદે નિયુક્તિ થતા લોકો શુભેચ્છાઓ આપવા આવી રહ્યા છે. કાર્યકરો અને સમર્થકોમાં સ્વભાવિક રીતે ઉત્સાહ છે તેને કારણે ભીડ એકત્ર થઈ છે. લોકોને માસ્ક પહેરવા માટે પણ અમે અપીલ કરી હોવાનું નિવેદન ભુપત બોદરે આપ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube