ઝી બ્યુરો/સુરત: નિસ્વાર્થ સેવા અને પરમાર્થની પ્રવૃતિ કરતી વખતે પણ કેટલીક વખત માઠા પરિણામ ભોગવવા પડે છે. દુનિયા ભલે તેમના પર પથ્થર ફેંકે પણ સુરતના સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી હંમેશાં પોતાના સારા કાર્યો માટે જાણીતા છે. પિયુષ ધાનાણીને હંમેશાં રોગ સાઈડમાં આવતા વાહનોને રોકવાનું અભિયાન ચલાવે છે, પરંતુ સુરતમાં આજે ટ્રાફિકના નિયમો લોકોને સમજાવવા ભારે પડ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી પર કેટલાક વાહનચાલકોએ ઝપાઝપી કરી છે. રોંગ સાઈડ જતા લોકોને પિયુષ ધાનાણી અટકાવે છે. ત્યારે વાહનચાલકને અટકાવતા ઝપાઝપી છે. આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો પિયુષનું સમર્થન કરી રહ્યા છે. અમુક લોકોનું કહેવું છે કે આ રીતે મારામારી ન કરવી જોઈએ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાં એ ખોટું છે.



વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
શહેરમાં નાના વરાછા ચીકુ વાડી પાસે રોંગસાઈડ વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી થઇ છે. પિયુષ ધાનાણી નામના વ્યક્તિને જાહેરમાં માર મરાયો છે. વરાછામાં રોંગ સાઈડ વાહન ન ચલાવવાની ઝુંબેશ ઉપાડનાર પિયુષ ધાણાણી નામના યુવક પર હુમલો થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હુમલાનો ભોગ બનેલ પિયુષ ધાનાણી કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા છે. પિયુષ ધાનાણી છેલ્લા એક વર્ષથી જુદા જુદા વિષયો ઉપર તેમજ ટ્રાફિકની સમસ્યા સામે ઝુંબેશ ઉપાડી રહ્યો છે. તેઓ આજે લોકટોળાનો ભોગ બન્યા છે. 


પિયુષ ધાનાણી હંમેશાં લોકોને જીવ જોખમમાં નહીં મુકવા સંદેશ આપે છે. પરંતુ કેટલાક લોકોને આ કાર્ય પસંદ પડતું નથી. પિયુષ ધાનાણી એક જાગૃત નાગરિક છે. તે રોંગ સાઈડ પર જતા લોકોને અટકાવે છે. તેમાં આજે કેટલાક વાહનચાલકોએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


શું છે વાયરલ વીડિયોમાં?
વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકોનું ટોળું ઉભેલું છે. પિયુષ ધાનાણી અને અન્ય વ્યક્તિઓ કંઈક ઝઘડો કરી રહ્યા છે. ત્યારે એક વાહનચાલક પિષુષ પાસે ચાવી માંગી રહ્યો છે. ત્યારે ધાનાણી એક વ્યક્તિને પોતાનો મોબાઈલ ન અડકવા માટે કહે છે. એટલામાં પિષુષ સાથે ઝપાઝપી શરૂ થઈ જાય છે અને એક વ્યક્તિ માથામાં તેમને ટપલી મારે છે. આ જ સમયે પાછળથી કોઈ વ્યક્તિ તેમને લાત મારે છે. તેઓ ચાવી ન આપતાં ફરીથી માથાના ભાગે અને મોંના ભાગે તમાચા મારી દે છે. બાદમાં પિયુષ ધાનાણીએ ચાવી આપી દેતાં વાહનચાલક મોપેડ લઈને ચાલવા માંડે છે પરંતુ પિયુષ ફરી તેમને રોકે છે. આ જ સમયે ત્યાં ઊભેલો એક વ્યક્તિ તેમને વાળ પકડીને ખેંચી કાઢે છે અને નીચે પાડી દે છે. પરંતુ ધાનાણી ફરીથી ઉઠીને વાહનચાલકને રોકવા માટે પાછળ દોડે છે અને અટકાવી દે છે.