મયુર સંધિ/સુરેન્દ્રનગર: સોશિયલ મીડિયામાં દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે. પણ તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક કાકા ચાલું બાઈક પર જોખમી સ્ટંટ કરીને લોકોના શ્વાસના ધબકારા વધારી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં અનેક વખત જોવાઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયાના બાકીના પ્લેટફોર્મ પર આ વીડિયોને જોઈને દરેક લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે આ કાકા કોણ છે અને કેવી રીતે આવા સ્ટંટ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઈક પર સ્ટંટ કરનાર કાકા કોણ છે?
આ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, જિલ્લાના પાટડી બાઇક પર જોખમી સ્ટંટ કરતા આ વાયરલ કાકાનું નામ મુળજીભાઇ પાવરા છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સલી ગામના વતની છે. તેઓ 60 વર્ષની ઉંમરે પહેલી વખત બાઇક પર સ્ટંટ કર્યા હતા. મુળજીભાઇ પાવરા હાલમાં 63 વર્ષની ઉંમર ધરાવે છે. એમણે 3 વર્ષ પહેલા જ બાઇક પર સ્ટંટ કર્યો હતો. આ કાકા હાથનો ઇશારો કરે એ પ્રમાણે બાઇક વળી જાય છે.  



63 વર્ષની ઉંમરે પહેલીવાર સ્ટંટ કર્યા
સલી ગામના 63 વર્ષના મુળજીભાઇ પ‍ાવરા ચાલુ બાઇકે હાથ ઊંચા કરી બાઇક પર જ કુદક‍ા મારે છે. ચાલુ બાઇકની સીટ પર સુઇ જાય છે. આમ છતાં જો રસ્તામાં સામે વાહન આવે, બમ્પ આવે કે વળાંક આવે તો પણ બાઇકને હંકારી શકે છે. તેઓ જે બાજુ હાથનો ઇશારો કરે એ બાજુ બાઇક વળે છે. સદનસીબે મુળજીભાઇને અત્યાર સુધીમાં કોઇ અકસ્માત નડ્યો નથી. 


63 વર્ષના મુળજીભાઇ માધ્યમથી લોકોને અપીલ કરે છે કે, કોઇએ આ રીતે જોખમી સ્ટંટ કરવા જોઇએ નહી. આ પ્રકારના જોખમી સ્ટંટને સમર્થન કરતુ નથી. વાઇરલ વિડીયોમાં લાખો લોકોએ મુળજીભાઇને ચાલુ બાઇક પર સ્ટંટ કરતા જોયા છે. ત્યારે લોકોને પણ તેમના વિશે જાણવાની જિજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube