ઉઠો અનારકલી થેપલા બનાવવાના છે...!! શું તમને પણ વોટ્સએપ પર આવો મેસેજ આવ્યો છે?
સોશિયલ મીડિયામાં હાલ રાંઘણ છઠ્ઠના તહેવારને લઈને અનેક જોક્સ, ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં રાંઘણ છઠ્ઠને લઈને હાસ્યાસ્પદ મેસેજોનું ઘોડાપૂર આવ્યું છે. તમે પણ વાંચશો તો હસી હસીને પેટ દુ:ખી જશે.
ઝી બ્યુરો: આજે રાંધણ છઠના તહેવારનો પર્વ છે. ત્યારે આજે દરેકના ઘરે અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં થેપલા, વડા, પુરી તો બને જ છે સાથે પાણી પુરી અને ભેળ પણ બનાવવામાં આવે છે. જો કે દૂધના ભાવમાં વધારો થવાના કારણે આ વર્ષે દૂધની વાનગીઓ ઓછી બને છે. બીજી બાજુ સોશિયલ મીડિયામાં હાલ રાંઘણ છઠ્ઠના તહેવારને લઈને અનેક જોક્સ, ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં રાંઘણ છઠ્ઠને લઈને હાસ્યાસ્પદ મેસેજોનું ઘોડાપૂર આવ્યું છે. તમે પણ વાંચશો તો હસી હસીને પેટ દુ:ખી જશે.
- નવી આવેલી વહુ જ્યારે રાધણ છઠ્ઠ પર અવનવી રસોઈ બનાવે ત્યારે સાસુ! ફક્ત મહિલાઓ માટે...
- આખા ગુજરાતમાં આજે થેપલાની સુગંધ આવવાના કારણે આજનો દિવસ વિશ્વ થેપલા દિવસ તરીકે ઉજવવામાં આવશે!
- રોજ ધડાધડ સ્ટોરી મુકનાર આજે ઓનલાઈન ના આવે તો સમજી લેજો.... રાણી... રસોડામાં હલવાણી!! હેપ્પી રાંધણ છઠ્ઠ!!
- મેગી માંડ માંડ બનાવતા આવડતી હોય અને BIOની અંદર હોબીમાં Cooking લખવા વાળી, રસોઈની મહારાણીઓને રાંઘણ છઠ્ઠની શુભકામનાઓ!!!
- બાયુંને સાતમ આઠમ કરવા જવાની ના પાડોને ત્યારે આવું મોઢું કરીને બેસે!
- ઉઠો અનારકલી થેપલા બનાવવાના છે...!!
- આપણા રંગીલા ગુજરાતીઓ ડાયટિંર કરશે, મોનિંગ વોક કરશે, ખાવા પીવામાં કરકસર કરશે પણ... રાંધણ છઠ્ઠના દિવસે મહીના સુધી ચાલે એટલું રાંધેલું માત્ર સાતમ આઠમ એ બેજ દિવસમાં ઝાપટી જાહે...
- ઢેબરા ખાવા એ મોટી વાત નથી ત્રણ દિવસ ટાઢા ખાવા એ મોટી વાત છે. રાંઘણ છઠ્ઠની શુભેચ્છા
- કાલે શિતળા સાતમ હોવાથી મોબાઈલ રાત્રે જ ચાર્જ રી લેવો, કાલે કોઈ ચીજ ગરમ કરવી નહીં.
જો કે આ વર્ષે રાંધણ છઠના તહેવારમાં પર પણ મોંઘવારીનો માર પડી રહ્યો છે. મોંઘવારીના કારણે વાનગીઓ ઓછી બનાવી છે, કેમ કે મોંઘવારીની સીધી અસર ગુહિણીના રસોડા પર જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube