• ચોર જે મકાનમાં ચોરી કરવા ઘૂસ્યા તેમના પાડોશીને તરત જાણ થઈ હતી

  • સોસાયટીના લોકોએ ઘરની બહાર એકઠા થઈ ત્રણેય ચોરને પકડી પાડ્યા


રવિ અગ્રવાલ/વડોદરા :ઠંડી વધતા જ ચોરોનો આતંક વધી જાય છે. ઠંડીમાં ચોરીનું પ્રમાણ વધી જાય છે. ત્યારે વડોદરામાં ચોરીનો અજીબ બનાવ બન્યો છે. આ બનાવમાં તમામ ચોર પકડાઈ ગયા છે. સમગ્ર ઘટનામાં સ્થાનિક રહીશોએ ગજબની અવેરનેસ દાખવીને ચોરી થતા અટકાવી હતી અને મધરાત્રે ત્રણ વાગ્યે ચોર પકડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ વડોદરામાં મકરપુરાની પાર્વતી સોસાયટીમાં ચોર ઘૂસ્યા હતા. સોસાયટીના એક મકાનમાં આ ત્રણ ચોર ચોરી કરવા ઘૂસ્યા હતા. પરંતુ બન્યું એમ કે, ચોર જે મકાનમાં ચોરી કરવા ઘૂસ્યા તેમના પાડોશીને તરત જાણ થઈ હતી. સ્માર્ટ પાડોશીએ પોતાના મકાનની લાઈટ ચાલુ કર્યા વગર જ મોબાઈલ ફોનથી સોસાયટીના અન્ય રહીશોને જગાડ્યા હતા. જાગૃત પાડોશીએ એવી સતર્કતા દાખવી હતી કે, જોતજોતામાં પાડોશી પણ ચૂપચાપ પગલે દંડો લઈને આવી પહોંચ્યા હતા. 


આ પણ વાંચો : ખેડૂત આંદોલનને ટેકો આપવા નીકળે તે પહેલા શંકરસિંહ વાઘેલાને નજરકેદ કરાયા


મ્યુકોરમાઈકોસીસથી વડોદરાની વૃદ્ધાના આંખના હાડકા ખવાઈ ગયા