* એવન થાઈસ્પામાંથી 5 લોકો ઝડપાયા
* ત્રણ યુવતિ અને બે પુરૂષની અટકાયત
* ડમી કસ્ટમર મોકલીને પોલીસે દેહ વ્યાપાર ઝડપ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લી : જિલ્લાના મોડાસામાં એવન થાઈ સ્પામાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પાના નામે ચાલતુ કુટણખાનું પોલીસે દરોડા પાડીને ઝડપી લીધું છે. મારૂતિ આર્કેડમાં એવન થાઈસ્પા આવેલ છે. જેમાંથી પોલીસે પાંચ લોકોને ઝડપી પાડ્યા છે. ત્રણ યુવતિઓ અને બે પુરૂષની પોલીસે અટકાયત કરવામાં આવી છે. એસઓજી પોલીસ દ્વારા આ કુટણખાનાને ઝડપી પાડ્યું છે. ડમી કસ્ટમર મોકલીને પોલીસે દેહ વ્યાપાર ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે અનૈતિક વેપાર અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


પાકિસ્તાની જવાન મધદરિયે સામે આવી જતા ભારતીય જવાનોએ જે કર્યું તે બહાદુરી પર વારી વારી જાઉ


અત્રે ઉલ્લેખનીય છે કે, ન માત્ર અરવલ્લી જિલ્લામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં સ્પાની આડમાં મોટેભાગે કુટણખાના જ ચાલતા હોય છે. તેવામાં મહત્વનું છે કે, પોલીસ પણ આંખ આડા કાન કરીને આ સ્પાનું સંચાલન ચાલવા દેતા હોય છે. તેવામાં મહત્વનું છે કે, કોઇ ઉચ્ચ અધિકારી સુધી જ્યારે ફરિયાદ થાય ત્યારે અહીં દરોડા પાડવામાં આવતા હોય છે. અહીંથી કુટણખાનું ઝડપાતા હોય છે. હાલ તો ઇલેક્શન મોડમાં હોવાના કારણે પોલીસ પણ કડક કાર્યવાહી કરવા જઇ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube