દિવાળીને ગણત્રીના દિવસો બાકી છે ત્યારે SOGનું સરપ્રાઇઝ ચેકિંગ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કોઇ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઓજી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
જાવેદ સૈયદ/અમદાવાદ : શહેરમાં દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ઉજવણીનો તહેવાર ઉદાસીમાં ન બદલાય તે માટે થઈ શહેર પોલીસ અને રાજ્યની પોલીસ સતર્ક છે. ત્યારે અમદાવાદના CG રોડ પર શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથધર્યું હતું. જેમાં CG રોડ ઉપર દેખાતી તમામ શંકાસ્પદ વસ્તુ અને વ્યક્તિઓને રડારમાં લઇ ચેકીંગ કર્યું હતું. SOG ક્રાઇમ દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે છેલ્લા થોડા દિવસોથી ભીડભાડ વાળા અને શોપિંગ માર્કેટ તરીકે પ્રખ્યાત જગ્યાઓ ઉપર સર્ચ કરાયું હતું.
મંત્રી બનવાના કેફમાં રાચતા અલ્પેશને પ્રજાએ અરીસો બતાવી દીધો : પરેશ ધાનાણી
SOGની ટીમે CG રોડ પર પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો સહિત તમામ સુરક્ષાને બારીકાઈથી તપાસવામાં આવી હતી. મહત્વનું છે કે CG રોડ ઉપર અનેક સોના-ચાંદી અને આંગડિયા પેઢીઓ મોટી સંખ્યામાં હોવાથી તેના માલિકોને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGએ સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ માલિકને કોઈ શંકાસ્પદ માણસ કે બિનવારસી ચીજવસ્તુ જોવા મળે તો તુરંત પોલીસ ને જાણ કરવાનનું જણાવવામાં આવ્યું છે.
દિવાળી સમયે મોદી અને રાફેલ ફટાકડાની માંગ, લોકો કરી રહ્યા છે પડાપડી
મંત્રી બનવાના કેફમાં રાચતા અલ્પેશને પ્રજાએ અરીસો બતાવી દીધો : પરેશ ધાનાણી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ વડા અગાઉ જ દરેક પોલીસ સ્ટેશનમાં સતર્ક રહેવા અને સતત પેટ્રોલિંગ કરતા રહેવા માટે આદેશ આપી ચુક્યા છે. કોઇ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન બને તે માટે તમામ પ્રકારે પેટ્રોલિંગ અને તમામ તકેદારી રાખવા માટે સુચન કરવામાં આવ્યું છે. નાગરિકોને પણ કોઇ પણ અસહજ પ્રવૃતિ જણાય તો તુરંત જ પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.