મુંબઇ : મુંબઇ હાઇકોર્ટે શંકાસ્પદ માફિયા સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની અને સહયોગીના એન્કાઉન્ટર મુદ્દે પુર્વ એટીએસ ચીફ ડીજી વંજારા અને ચાર અન્ય લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા. સોમવારે આ મુદ્દે હાઇકોર્ટે નિચલી કોર્ટે નિર્ણયને યથાવત્ત રાખ્યો હતો. આ તમામ અધિકારીઓ ગુજરાત અને રાજસ્થાનનાં હતા. કોર્ટે કહ્યું કે, આ અધિકારીઓને આરોપ મુક્ત કરવાનાં આદેશને પડકાર ફેંકનારી અરજીમાં કોઇ દમ નથી. જસ્ટિસ એએમ બદરે ગુજરાત પોલીસનાં અધિકારી વિપુલ અગ્રવાલને પણ આરોપ મુક્ત જાહેર કર્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગ્રવાલે વર્ષ 2005-06માં સોહરાબુદ્દીન શેખ, પત્ની કૌસરબી અને તેના સહયોગી તુલસીરામ પ્રજાપતિના ઘર્ષણ સંબંધિત મુદ્દે સહઆરોપી છે. અગાઉ નિચલી કોર્ટે આ મુદ્દે અગ્રવાલની અરજી ફગાવી દીધી હતી, ત્યાર બાદ તેમણે વણજારાને આરોપ મુક્ત કરવાનાં આધાર બનાવતા હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને કોર્ટે તેમને પણ આરોપ મુક્ત કરવા માટેની અપીલ કરી હતી. 

જસ્ટિસ બદરે કહ્યું કે, પૂર્વ આઇપીએસ અધિકારીઓ વણજારા, રાજકુમાર પાંડિયન અને એન.કે અમીન (તમામ ગુજરાત કેડર) અને રાજસ્થાન પોલીસના દલપત સિંહ રાટોડને આરોપ મુક્ત કરવાના ચુકાદાને પડકાર્યો હતો જો કે તે અરજીમાં કોઇ દમ નથી તેવું જણાવ્યું હતું. 

સોહરાબુદ્દીન શેખનાં ભાઇ રુબાબુદ્દીને દિનેશ પાંડિયન અને વણજારાને નિચલી કોર્ટ દ્વારા દોષ મુક્ત જાહેર કરવાનાં ચુકાદાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા બાદ ગુજરાતથી મુંબઇ મોકલવામાં આવેલા વિશેષ કોર્ટે ઓગષ્ટ 2016 અને સપ્ટેમ્બર 2017ની વચ્ચે 38 આરોપીઓમાંથી 15ને દોષ મુક્ત જાહેર કર્યાહ તા. આરોપ મુક્ત કરાયેલા વ્યક્તિઓમાં 14 પોલીસ અધિકારીઓ અને 1 ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે.