- વળ ખાય વાંદરુ ને માલ ખાય મદારી, કેન્ટિનનો કોન્ટ્રાક્ટ લેનાર પાસેથી માંગી લાંચ
- ત્રણ મહિના સુધી કોવિડ 19ની હોસ્પિટલમાં દર્દીઓને ભોજનનો મળ્યો હતો કોન્ટ્રાક્ટ
- બિલના નાણા પાસ કરાવવાની અવેજમાં બિલના 10 ટકા નાણા લાંચ પેટે માંગવામાં આવ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : સોલા સિવિલના RMO કેન્ટિન કોન્ટ્રાક્ટનું બિલ પાસ કરાવવા માટે લાંચ માંગતા રંગેહાથ ઝડપાયા હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આ કામે હકીકત એવી છે કે, કોવિડ-૧૯ અંગે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફને ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ તમામ ઓર્ડર એક ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યો હતો. 


માત્ર SEA PLANE અને CRUZE નહી પરંતુ આટલા પ્રોજેક્ટ્સનું PMના હસ્તે લોકાર્પણ, આવો રહેશે કાર્યક્રમ


જો કે ચાર મહિના સુધી ઓર્ડર બાદ આખરે બિલ ચુકવવાનો વારો આવ્યો હતો. જેથી કેન્ટીન કોન્ટ્રાક્ટર દ્વારા તમામ બિલ આપવામાં આવ્યા હતા. આ ઓર્ડરના આધારે ફરીયાદી ભાઇ દ્વારા ચાર માસ સુધી કોવિડ-૧૯ અંગે  ચા પાણી  તથા  જમવાનું પૂરૂ પાડ્યું હતું. જો કે કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ 1.18 કરોડ રૂપિયાનું બિલ રજુ કર્યું હતું. જો કે આ બિલ પાસ કરાવવા માટે સોલા સિવિલના મેડીકલ ઓફીસર (ઇન્ચાર્જ વહીવટી અધિકારી) અને ઉપેન્દ્ર ગોપાલભાઇ પટેલ (ઇન્ચાર્જ RMO) દ્વારા 8 લાખ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી. 


કેશુબાપાનો ગઢ ગણાતા વિસાવદરમાં કાલે સજ્જડ બંધ, જ્યારે બળવો કર્યો ત્યારે પણ મળ્યો હતો સાથ


બિલ મંજુર કરવા માટે પહેલા ૩૦% લેખે લાંચની માંગણી કરવામાં આવી હતી. જો કે રકઝકના અંતે ૧૬% લેખે 16 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે  10 લાખ રૂપિયાની લાંચ સ્વિકારી હતી. બાકીના 6 લાખ તથા ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા બે લાખની લાંચ માંગી હતી. આમ કુલ 8 લાખની લાંચની માંગણી કરી હતી. જો કે લાંચની માંગણી કરનારા બંન્ને આરોપીઓએ એકબીજાની મદદથી ઉપેન્દ્ર પટેલે સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદી પાસેથી 8 લાખ રૂપિયાની માંગી સ્વીકારી હતી. બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો. જો કે ACB દ્વારા બંન્નેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube