નરેશ ભાલીયા, જેતપુરઃ સૂર્ય ઉર્જા એટલે કુદરતે આપેલ કુદરતી ઉર્જાનો ક્યારેય ન ફૂટે તેવો ઉર્જાનો ખજાનો. જો આ ઉર્જાને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવેતો વીજળીના વિકલ્પ તરીકે ભરપૂર ઉપયોગ લઈ શકાય. આવોજ ઉપયોગ જેતપુરના ઘણા પરિવારો કરી રહ્યા છે અને તેમાં થી કમાણી પણ કરી રહ્યા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલુ વીજળીના એક ઉત્તમ વિકલ્પ તરીકે સૂર્ય ઉર્જાનો ઉપયોગ સારી રીતે થઇ શકે તે માટે ગુજરાત સરકારે એક સબ્સિડીની શરૂઆત કરી હતી અને તેના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના જેતપુરમાં અનેક પરિવારોએ પોતાન ઘરની છત ઉપર સોલાર પાવર પ્લાન્ટ નાખ્યા છે. સરકારની યોજના મુજબ આ સૂર્ય ઉર્જાના સ્ત્રોત દ્વારા ઉત્પન્ન કટેલ વીજળીને સરકારને વેચી દેવામાં આવે છે. જેતપુરના તેજા કાળાના પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઇ રૈયાણી તેના પરિવારે સાથે રહે છે અને પોતાના ઘર ઉપર સોલાર પાવર પ્લાન્ટ નાખ્યો અને વીજળીના બિલમાંથી મુક્તિ લઈ લીધી છે. રૈયાણી પરિવારે તેના ઘરની છત ઉપર તેના ઘરની જરૂરીયાત મુજબ સોલાર પાવર પ્લાન્ટ નાખી દીધો હતો. જેમાં સરકારે સબ્સિડી પણ આપી હતી. બે વર્ષ પહેલા 1 લાખ અને 25 હજારના ખર્ચે ઉભો કરેલ આ સોલાર પાવર પ્લાન્ટ નાખ્યા પછી રૈયાણી પરિવારને વીજળીનું કોઈ બિલ આવેલ નથી. દિનેશભાઇએ તેના એકે મિત્રને ઘરે સોલાર પાવર પ્લાન્ટ જોયો અને તેના ફાયદા વિષે ચર્ચા કરી ત્યારે તેને પોતાની ઘરે પણ સોલાર પાવર પ્લાન્ટ નાખી દીધો. આજે દિનેશભાઇ વીજળીની સમસ્યાથી છુટકારો મેળવવાની સાથે-સાથે વીજળી પણ વેચી રહ્યાં છે.


આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધની રાજકોટના ઉદ્યોગો પર ખરાબ અસર, ટર્નઓવરમાં થયો 50 ટકાનો ઘટાડો  


સોલાર પાવર પ્લાન્ટમાંથી રૈયાણી પરિવાર થોડી કમાણી પણ કરે છે. સુખી સંપન્ન રૈયાણી પરિવારના ઘરમાં 3 AC, 8 પંખા, લાઈટ ફ્રીજ, ઓવન અને અનેક બીજા ઈલકટ્રીક ઉપકરણો છે અને તેનો તેવો ખુબજ ઉપયોગ કરે છે. તેમાં પણ ઉનાળા દરમિયાન AC ના પૂરતા ઉપયોગને લઈને આ પરિવારને 10 થી 12 હજારનું વીજ બિલ આવતું હતું. જે સોલાર પાવર પ્લાન્ટ નાખતા હાલ તેવોને મોટા વીજ બિલમાંથી મુક્તિ મળી છે. જયારે શિયાળા દરમિયાન આ સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી સરકારને વેંચી આવક પણ મેળવે છે. 


ઘરેલુ સોલાર પાવર પ્લાન્ટ ઉભા કરવા સરકાર વધુ પ્રોત્સાહન આપેતો આવતા ભવિષ્યમાં વીજળીની માગને પહોંચવા સાથે વીજળીની સમસ્યાની સામે લડવા સાથે વીજળીની કોઈ મુશ્કેલી નહિ રહે. ત્યારે સરકાર ઘરેલુ સોલાર વીજળી પાવર પ્લાન્ટ ને પ્રોત્સાહન કરે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube