ક્યાંક ખુશી, ક્યાંક નિરાશા, જાણો કેન્દ્રીય બજેટને કઈ રીતે જુએ છે ગુજરાતીઓ, શું મળી પ્રતિક્રિયાઓ
કેન્દ્ર સરકારે આજે વર્ષ 2024-2025 માટે બજેટ રજૂ કરી દીધું છે. બજેટ બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આ બજેટમાં ગુજરાતને શું મળ્યું અને ગુજરાતીઓ બજેટને કઈ રીતે જોઈ રહ્યાં છે. તમે પણ જાણો...
અમદાવાદ: મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યું.. બજેટમાં અનેક જાહેરાતો અને અનેક નવી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી.. પરંતુ, સવાલ એ છેકે, દેશના આ બજેટને ગુજરાત કઈ રીતે જોવે છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જુઓ આ રિપોર્ટ..
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું.. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.. બજેટને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.. આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે સમતોલ ગણાવ્યું છે.. બજેટથી MSME અને ડાયમંડ ઉદ્યોગ ખુશખુશાલ છે.. જ્યારે મોદી 3.0ના પહેલા બજેટમાં ટેક્સટાઈલ ઉદ્યોગને કઈ ખાસ ન મળતા નિરાશા વ્યાપી ગઈ છે..
બજેટમાં મોદી સરકારે કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.. ગયા વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, એટલે કે આ વખતે ખેડૂતોના બજેટમાં 21.6% એટલે કે 25 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.. કૃષિ ક્ષેત્રે સરકારે કરેલી જાહેરાત પર નજર કરીએ તો,
કઠોળ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવશે..
એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે તૈયાર કરવામાં આવશે..
5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન્ચ કરાશે..
MSP પર સરકાર દ્વારા કોઈ જાહેરાત કરાય નથી..
કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો નથી..
આ પણ વાંચોઃ હવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી
એટલે કે, કૃષિ ક્ષેત્રે રાજ્ય સરકારે કોઈ મોટી જાહેરાત નથી કરી.. જોકે, ખેડૂત આગેવાનો બજેટને આવકારી રહ્યા છે..
ખાસ કરીને બજેટમાં નોકરી અને શિક્ષણ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.. મોદી સરકારના ત્રીજા ટર્મના પહેલા બજેટમાં યુવાનો અને શિક્ષણ માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે..
યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે 3 ટકાના વ્યાજે 10 લાખની લોન આપવામાં આવશે..
50 લાખ નવી રોજગારીની તકો ઊભી કરવામાં આવશે..
500 મોટી કંપનીઓમાં 1 કરોડ વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે ઈન્ટર્નશિપ મળશે..
એક હજાર જેટલી ITI અપગ્રેડ કરવામાં આવશે..
પ્રથમ નોકરી મેળવનાર યુવાનોના PF એકાઉન્ટમાં 15 હજાર રૂપિયા જમા થશે..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટને વિકસિત ભારતના સપનાને સાકાર કરતું બજેટ ગણાવ્યું છે તો બીજી તરફ કોંગ્રેસે આ બજેટને કોંગ્રેસના જ મેનિફેસ્ટોની કોપી ગણાવી છે..
ગુજરાતમાં બજેટને લઈને મિશ્ર પ્રતિષાદ જોવા મળી રહ્યો છે.. જોકે, સરકારી જાહેરાતોનો યોગ્ય લાભ લોકો સુધી કઈ રીતે પહોંચે તે સૌથી મોટો સવાલ છે..