ઝી બ્યુરો/ગાંધીનગર: તમને જાણીને નવાઈ લાગશે કે હવે સરકારી બાબુઓ અને મંત્રીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. એમને ડર છે કે આ સરકારનો કોઈ ભરોસો નહીં. જેમ મોદીને દિલ્હી બેઠા બેઠા સચિવાલયમાં એક પાંદડું હલે તો પણ ખબર પડે છે એમ મંત્રીઓ અને બાબુઓ હવે ફોન પર અંગત બાબતોને ટાળી રહ્યા હોવાની સચિવાલયમાં ચર્ચાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ શરીરસુખ માણવા ન દેતા આરોપીએ દેરાણી-જેઠાણીની હત્યા કરી, જાણો શું હતી ઘટના?


નવી સરકારમાં મોટાભાગના મંત્રીઓ અને સનદી અધિકારીઓ ટેલિફોન પર વાતચીત કરવાનું ટાળી ય રહ્યાં છે. એવો ડર વ્યાપી ગયો છેકે સરકાર દ્વારા ફોનનું રેકોર્ડિગ થતું હશે તો ભરાઈ જઈશું. સરકારમાં મંત્રીઓને પીએ અને પીએસ પણ એમના મનની મરજીના નહીં પણ સરકારે જેમનો આદેશ કર્યો છે. એ લોકો છે.  ચર્ચા એવી પણ છે કે, ભૂતકાળમાં કેટલાય કે મંત્રીઓ-અધિકારીઓના ફોનનું પણ રેકોર્ડીંગ કરાયું હતું. સચિવાલયમાં આ બાબત ચૌરે અને ચૌટે ચર્ચાય છે. 


એક વિવાહ ઐસા ભી! બે લગ્નમાં થઈ જોવા જેવી! વરરાજા સહિત જાનૈયા માંડવાની જગ્યાએ સીધા...


વે સરકાર માટે ફોન ટેપ કરવા એ સામાન્ય બાબત છે. અધિકારીઓ અને મંત્રીઓને ડર એ છે કે કયો મંત્રી કે અધિકારી કોની સાથે સંપર્કમાં છે, શું વાત કરે છે તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. કેટલાક મંત્રીઓ-નેતાઓ તેમજ IAS-IPS જેવા ટોચના અધિકારીઓના મોબાઈલ ફોનથી વાત કરવાનું ટાળી રહ્યાં છે કે ખાનગી ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે.  કેટલીક સ્થિતિમાં તુરંત જ વાત કરવાનું જરૂરી હોયો તો મંત્રીઓ-બાબુઓ વોટ્સ એપથી વાત કરી લે છે પણ ફોનનો ઉપયોગ ટાળે છે.


સરકારી ગાડીની જેમ જેટનો ઉપયોગ ગુજરાતના આ અધિકારીને ભારે પડ્યો, સરકારે સબક શિખવ્યો