• ગુરુવારે સામે આવેલી ઘટના બાદ મોડી રાત સુધી બંન્ને વાછરડીઓના મોઢા પર બાંધેલા વાયરને પકડથી મહામહેનતે કાપીને તેઓને દર્દીમાંથી મુક્ત કરાઈ હતી. 


રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વધુને વધુ ક્રુર બની રહ્યા છે. લોકોમાંથી ધીરે ધીરે માનવતા મરી રહી છે. જ્યાં માણસોની વેલ્યૂ ઓછી થતી જાય છે, ત્યાં બિચારા અબોલ પશુઓની શું વિસાત. આવો જ એક ક્રુરતાભર્યો કિસ્સો ગુજરાતના કચ્છ જિલ્લામાં બન્યો છે. કચ્છના મોરી છેરમાં બે વાછરડીના જડબા લોખંડના તારથી બાંધી જખની કરાયા હતા. આ ઘટનાખી માલધારીઓ અને જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને નરાધમો સામે સખત કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. ગુરુવારે સામે આવેલી ઘટના બાદ મોડી રાત સુધી બંન્ને વાછરડીઓના મોઢા પર બાંધેલા વાયરને પકડથી મહામહેનતે કાપીને તેઓને દર્દીમાંથી મુક્ત કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


આ પણ વાંચો : આજે Pushya Nakshtra: આ યોગમાં કરાતી કોઈ પણ ખરીદી અક્ષય રહે છે


પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મોટી છેર ગામના ભરતસિંહ સવાઈસિંહ સોઢાએ દયાપર પોલીસ મથકે લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, તેમની અને તેમના કાકાઇ ભાઈ મોતીસિંહ મોલતાજી સોઢા રહે મોટી છેર વાળાની બે વાછરડીઓ ત્રણેક દિવસ પહેલા ગુમ થઈ હતી. પરંતુ શોધખોળ બાદ કોઈ પતો લાગ્યો ન હતો. તેમાં બે દિવસ બાદ બંન્ને વાછરડીઓ લોહિલૂહાણ હાલતમાં ઘરે પાછી ફરી હતી. તેઓએ જોયુ તો બંને વાછરડીઓના જડબાને તાર બાંધેલા હતા અને બંને લોહીલુહાણ હાલતમાં હતી.


આ પણ વાંચો : 20 ફૂડને તમારી ડાયટમા સામેલ કરશો, તો કેન્સર તમારી આસપાસ પણ નહિ ભટકે


ગૌવંશની થયેલ આવી હાલતને પગલે ગામના લોકોએ પણ એકત્ર થઈ ગયા હતા. આ દરમિયાન જાણવા મળ્યું કે, આ વાછરડીઓ નાની છેરના હબીબ આમદમિયાજી અને મામદીન જુશબ પઢીયારના ખેતરમાં જોવા મળી હતી. જેને કારણે આ ઘટનાની જાણ પોલીસને કરવાની વાત કરતા બંન્નેમાંથી મામદીન જુસબ પઢીયારે મોતીસિંહ સોઢાને ફોન કરી જણાવ્યું હતું કે અમે તમારી વાછરડીને બાંધી કે ઇજા પહોંચાડી નથી. પરંતુ તેના હબીબે પોતાના ઘરે બાંધી હતી. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીને આવું કૃત્ય કરનારા સામે વહેલી તકે પગલા ભરવા માંગ કરાઈ છે. તો, લખપત ગૌ રક્ષક દળ હિન્દુ યુવા સંઘના ભમરસિંહ સોઢા અને સ્થાનિક હિન્દુ યુવા સંઘઠનના પ્રમુખ દાનુભા સોઢાએ ઘટનાને વખોડી આવું કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.


યુવાનોએ વાછરડીના મોઢા પરથી વાયર કાપી મુક્ત કરી


ગુરૂવારે બનેલી ઘટનાની જાણ થતાં આ વિસ્તારના યુવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અને મોડી રાત સુધી બંન્ને વાછરડીઓના મોઢા પર બાંધેલા વાયરને પકડથી મહામહેનતે કાપી વાયરની કાઢીને મુકત કરવામાં આવી હતી.