ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પણ ન રહ્યાં બાકાત : કોઈએ બનાવ્યું ફેક ફેસબુક આઈડી, હર્ષ સંઘવીએ લોકોને કરી આ અપીલ
આજના સોશિયલ મીડિયાના જમાનામાં ફેક આઈડીથી અનેક લોકો પરેશાન છે. છેતરપિંડી કરનારા મોટા-મોટા લોકોના નામે ફેક આઈડી બનાવી લેતા હોય છે. હવે હર્ષ સંઘવીના નામે ફેક આઈડી બનાવવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ આજના ડિજિટલ યુગમાં લોકો અનેક પ્રકારના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ઘણા લોકો બીજાના નામ પર ફેક આઈડી પણ બનાવતા હોય છે. તેવામાં ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નામે ફેસબુક પર કોઈએ ફેક એકાઉન્ટ બનાવ્યું છે. હર્ષ સંઘવીએ ખુબ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લોકોને અપીલ કરી છે કે તેમના નકલી આઈડી પરથી કોઈ મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરશો.
હર્ષ સંઘવીએ આપી જાણકારી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું- મારા નામથી ફેસબુક પર કોઈએ ફેક આઈડી બનાવ્યું છે. જો તમને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ આવે તો તમે તેની સાથે કોઈ સંપર્ક કરતા નહીં. હર્ષ સંઘવીએ લોકોને આ આઈડી રિપોર્ટ કરવા માટે પણ કહ્યું છે. એટલે કે સાઇબર છેતરપિંડી કરતા લોકો અન્યના નામે ફેક આઈડી બનાવી તેનો ઉપયોગ કરતા હોય છે. એટલે જો તમને પણ આવા કોઈ મેસેજ કે રિક્વેસ્ટ આવે તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
[[{"fid":"575478","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને કહ્યું કે, જો આ નકલી આઈડી પરથી કોઈ રિક્વેસ્ટ કે મેસેજ આવો તો તેને રિપોર્ટ કરો. મહત્વનું છે કે કોઈ લોકો ગૃહરાજ્યમંત્રીના આ ફેક આઈડી દ્વારા છેતરપિંડીનો ભોગ ન બને તે માટે હર્ષ સંઘવીએ બધાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે જો તમને પણ આવા આઈડી પરથી કોઈ મેસેજ આવે તો ખાસ ધ્યાન રાખજો.