હેમલ ભટ્ટ/સોમનાથઃ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયત કરી રહેલા પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતો. સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા. જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુ વાવાઝોડાના કારણે લોકોનું સ્થાળાંતર કરી રહેલા સરકારી કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોને બચાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારીએ લોકોને બચાવા માટે મકાનના છાપરા પર લટકીને પોતાનો જીવ જોખમમાં નાખીને વાવાઝોડામાં ફસાયેલા લોકોને બચાવા જતા પોતાનો જીવ જોખમમાં મુકી દીઘો છે.


‘વાયુ’ વાવાઝોડાની આફતને પગલે 70ટ્રેન રદ્દ, સ્થળાંતર માટે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન 


વાયુ વાવાઝોડાને કારણે રાજ્યમાં કુલ 6ના મોત, અનેક જિલ્લાઓમાં વરસાદ


હજુ હવે 10 થી 15 હજાર લોકોનું સ્થળાંતર બાકી હોવાની વાત મુખ્યમંત્રીએ કરી હતી. વાવાઝોડું ગુજરાતને ટચ કર્યા પછી ચોવીસ કલાક સુધી ચાલશે. હેલિકોપ્ટર અને એરફોર્સને તૈયાર રાખવામાં આવ્યા છે. જ્યારે જરૂર પડશે ત્યારે તેમનો ઉપયોગ કરાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની કોઈ દિશા બદલાઈ નથી પણ વાવાઝોડુ વેરાવળ ઉપર આવવાનું હતું એની જગ્યાએ આવે દ્વારકા પર આવશે.