Somnath News : જ્યોતિર્લિંગમાંથી પ્રથમ એવા સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં વસ્ત્ર પ્રસાદ સેવાની શરૂઆત કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની રજૂઆતને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાનો લાભ તમે મંદિરની ઓફિશિયલ વેબસાઇટ somnath.org પરથી લઇ શકાશે. શ્રદ્ધાળુઓ આ વેબસાઇટ પરથી દેવાધિદેવ મહાદેવને શ્રૃંગાર કરાયેલા ધોતી અને પિતાંબર , માતા પાર્વતીને અર્પણ કરાયેલી સાડી તેમજ સોમનાથ મંદિર પર આરોહિત કરાયેલી ધ્વજા પ્રસાદી સ્વરૂપે ઓનલાઇન ઓર્ડર કરી શકાશે. સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલા વસ્ત્રો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ત્યારે ભક્તો આ વસ્ત્રો શુભ અવસરો પર પહેરીને શિવત્વનો અનુભવ મેળવતા હોય છે. ભક્તો દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ સેવાનો લાભ આપવા અનુરોધ કરાયો હતો. જેને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો લાભ ભક્તો ઘરે બેઠા મેળવી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઇન ઓર્ડર કઇ રીતે કરશો
સૌથી પહેલા તમારે મંદિરની ઓફિશિયલ વેબસાઇટ somnath.org પર જવાનું રહેશે
પછી સ્ક્રોલ કરી છેલ્લે તમને અધર્સ ઓપ્શનમાં ઓનલાઇન પ્રસાદનો ઓપ્શન મળશે
ત્યારબાદ તમને ક્વિક લિન્કના ઓપ્શનમાં પ્રોડક્ટનો ઓપ્શન મળી રહેશે
બાદમાં તમે ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવાનો લાભ મેળવી શકશો


ભક્તોને સોમનાથ મહાદેવની નિકટતાનો અતુલ્ય અનુભવ કરાવવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયો છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં કોલકાત્તાના આદ્યશક્તિ પીઠના મહંત સ્વામી સંતાનંદ પુરીજી મહારાજના કરકમલોથી માસિક શિવરાત્રીના પાવન પર્વ પર ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ આપવાનો શુભારંભ કરાયો છે.



સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ www.somnath.org પર શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને શૃંગાર કરાયેલા ધોતી, પિતાંબર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડી, સોમનાથ મંદિર પર આરોપિત કરાયેલા ધ્વજાજી પ્રસાદી સ્વરૂપે ઓનલાઇન ઓર્ડર કરી શકાશે. સાથે જ મહાદેવને અર્પણ કરાયેલ વસ્ત્રોમાંથી બનેલ વેસ્ટકોટ પણ ભક્તો આ સેવા અંતર્ગત ઓનલાઇન ઓર્ડર કરી શકશે.


શાસ્ત્રો અને પુરાણો શિવજીને કલ્યાણકારી કહે છે. ત્યારે ચંદ્રને શાંતિ આપનાર શ્રી સોમનાથ જ્યોતિર્લંગને અર્પણ કરાયેલા વસ્ત્રો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ભક્ત આ વસ્ત્રો પૂજા કાર્યો, શુભ અવસરો પર પેહરીને શિવત્વનો અલૌકિક અનુભવ મેળવતા હોય છે. ભક્તો દ્વારા છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટ પાસે આ સેવાનો લાભ આપવા અનુરોધ કરાયો હતો. ત્યારે ભક્તો ઘરે બેઠા સોમનાથ જ્યોતિર્લિંગને સ્પર્શ કરેલ અને શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે ઓર્ડર કરી શકશે.


દેશના પ્રધાન મંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતના સ્વપ્નમાં સોમનાથ ટ્રસ્ટ વસ્ત્ર પ્રસાદ સેવા શરૂ કરીને વધુ એક કદમ આધુનિકતા અને ભક્તિ ના સમન્વય તરફ ભરી રહ્યું છે.