•  


ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાને કારણે અનેક પરિવારો વિખૂટા પડ્યા છે. કોઈએ પરિવારના મોભી ગુમાવ્યા, તો કોઈએ સંતાનો... કોરોનાથી અનેક પરિવારો વિખેરાઈ રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાંથી એવા કિસ્સા સામે આવી રહ્યાં છે, જેમાં પરિવાર દુખી જોવા મળ્યા છે. વડોદરામાં જુવાનજોધ પુત્રના મોતના સમાચાર સાંભળવાના માત્ર 5 કલાકમાં પિતાનું પણ મોત નિપજ્યું હતું. ત્યારે એક પરિવારમાં બે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 


કોરોનાને ડામવા ગુજરાતના આ જિલ્લાએ જે કરી બતાવ્યું, એવુ આખા દેશમાં કોઈએ ન કર્યું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરસાલીના મનીબાનગર વિસ્તારમાં રહેતા મયુર ભગત ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. 36 વર્ષીય મયુરભાઈ ગત મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે, તેના બાદ તેઓ રિકવર થયા હતા. પરંતુ થોડા દિવસ અગાઉ તેમના નાકમાંથી લોહી નીકળ્યું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મયુરભાઈના પિતા લક્ષ્મણભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. તેથી તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ આ વચ્ચ જ ગુરુવારે બપોરે મયુરભાઈનું નિધન થયું હતું. 


મોટો ફેરફાર, ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં હવે દર્દીને સીધેસીધી એન્ટ્રી મળશે


જે સમયે મયુરભાઈનું મોત નિપજ્યું હતું, ત્યારે ત્યારે તેમના પિતા લક્ષ્મણભાઈની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ઓપરેશન બાદ તેમને પુત્રના નિધનની જાણ થતા જ તેઓ પુત્રના વિયોગને જીરવી શક્યા ન હતા. પરિવારે મેડિકલ સુપરવિઝનમાં જ મયૂરના મૃત્યુની વાત જણાવી દીધી. પરિણામે, તેમને બીજીવાર અટેક આવ્યો હતો. પુત્રના મૃત્યુના 5 કલાક બાદ સાંજે 5.30 વાગ્યે લક્ષ્મણભાઇનું પણ મોત થયું હતું.