સબંધોનું ખૂન: રાજકોટમાં પુત્ર જ બન્યો પોતાના પિતાનો કાળ, જાણો શા માટે કરી હત્યા
રાજકોટમાં સબંધોનું થયું છે ખૂન. જનેતાના જીવને બચાવવા માટે એક પુત્ર પોતાના જ પિતાનો કાળ બની ગયો. પોલીસે હત્યારા પુત્રને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો છે. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવાજીનગર વિસ્તારમાં પુત્રએ પિતાની હત્યા કરી નાખી
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં સબંધોનું થયું છે ખૂન. જનેતાના જીવને બચાવવા માટે એક પુત્ર પોતાના જ પિતાનો કાળ બની ગયો. પોલીસે હત્યારા પુત્રને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો છે. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવાજીનગર વિસ્તારમાં પુત્રએ પિતાની હત્યા કરી નાખી. શિવાજીનગર વિસ્તારમાં બપોરના સમયે મૃતક રાજેશ ઉર્ફે રાજુ મકવાણા નશાની હાલતમાં હતો અને તેની પત્નીને છરી લઇને મારવા માટે નીકળ્યો હતો જેના કારણે તેનો જ પુત્ર રોહિત મકવાણા વચ્ચે પડ્યો હતો અને તેના પિતાની છરી લઇને તેને તેના પિતાને ઉપરા છાપરી છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ પણ વાંચો:- Video: Gir National Parkના ગાર્ડે સિંહ પાસે માંગી મદદ, જુઓ પછી શું થયું...
શા માટે કરી હત્યા??
બનાવની જાણ થતા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા પુત્ર રોહિતને પકડી પાડ્યો હતો..પોલીસના કહેવા પ્રમાણે મૃતક રાજેશ મકવાણા રિક્ષા ચાલક છે અને તે નશો કરવાની ટેવવાળો છે.મૃતક રાજેશને ગાંજાનો નશો કરવાની ટેવ હતી જો કે ઘણાં સમયથી તેને ગાંજો મળ્યો ન હતો જેના કારણે તેની માનસિક સ્થિતિ બગડી હતી..જે દિવસે હત્યાનો બનાવ બન્યો તે દિવસે રાજેશ તેની પત્નીને મારવા માટે નીકળતા તેના પુત્રને ગુસ્સો આવ્યો હતો જેના કારણે તેને તેના પિતાની હત્યા કરી નાખી...
આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો આંક 1 લાખ 46 હજારને પાર, નવા 1311 કેસ
હાલ પોલીસે રોહિતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..ફરી એકવાર ઘરકંકાસે એક પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે જેમાં નશાની આગે એક પરિવારને તોડી નાખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube