ઉદય રંજન, અમદાવાદઃ ગુજરાતના નિવૃત્ત આઈપીએસના દીકરાની સોલા પોલીસે છેતરપિંડીના બે કેસમાં ધરપકડ કરી છે. આઈપીએસના પુત્રએ હાઈકોર્ટનો બનાવટી હુકમ દેખાડી લાખો રૂપિયા ખંખેર્યા છે. આ નિવૃત્ત આઈપીએસના દીકરાનું નામ નીરવ જેબલીયા છે. જે નિવૃત્ત આઈપીએસ અધિકારી બે.એસ. જેબલીયાનો પુત્ર છે. તેની સોલા પોલીસે ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરવ જેબલીયાની સોલા પોલીસે છેતરપિંડીના કેસમાં ગાંધીધામના એક રિસોર્ટમાંથી ધરપકડ કરી છે. મૂળ વાત એમ છે કે બે માસ અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના અલગ અલગ બે ગુના નોંધાયા હતા. જેમાં પહેલો ગુનો હતો નીરવ બકુ જેબલીયાએ વિજય મિશ્રા નામના વ્યક્તિને પિતાની સ્કોર્પિયો કાર ચાર લાખમાં વેચી હતી. જેના પૈસા આરોપી નીરવ બકુ જેબલીયા ટુકડે ટુકડે મેળવી તો લીધા હતા પણ કાર ન આપી. જ્યારે ફરિયાદી વિજય મિશ્રા દ્વારા નીરવ બકુ જેબલીયા પાસે કારની માંગણી કરવામાં આવી તો નીરવ બકુ જેબલીયા ધમકીઓ આપી હતી. અંતે ફરિયાદી વિજય મિશ્રાએ કંટાળીને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં સોલા પોલીસે નીરવ બકુ જેબલીયાની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.


આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની નવી આગાહી! સૌરાષ્ટ્ર અને કચ્છવાળા સાચવજો, 3 દિવસ વારો પાડી દેશે વરસાદ


ત્યારે બીજી ફરિયાદની વાત કરવા માં આવે તો આરોપી નીરવ બકુ જેબલીયા સાથે ફરિયાદી મિત્ર દ્વારા મુલાકાત થઇ હતી. ત્યારે ફરિયાદના ભાઈ વિરુદ્ધ વર્ષ 2021માં ડીસા પોલીસ સ્ટેશનમાં NDPSનો ગુનો નોંધાયેલ હતો. જે કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તો લીધી હતી અને જામીન પર મુક્ત પણ કરી દેવામાં આવ્યો હતો. પણ પોલીસની કામગીરીમાં આવતી અટકાયતી પગલાં કામગીરી હેઠળ NDPSના ગુનામાં પોલીસ સ્ટેશન જવું પડતું હતું. જેને લઇને હાઇકોર્ટમાં સ્ટે માટેની અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં સ્ટે આપવા માટેથી આરોપી નીરવ બકુ જેબલીયાએ બાંહેધરી આપી હતી. જેની કિંમત 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.  ત્યારે આરોપી નીરવ બકુ જેબલીયાએ ફરિયાદીને વૉટ્સએપમાં એક હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર મોકલી આપ્યો હતો અને 5 લાખ રૂપિયા મેળવી લીધા હતા. ત્યાર બાદ ફરિયાદીએ આરોપી નીરવ બકુ જેબલીયા તરફથી આપવામાં આવેલ હાઇકોર્ટના સ્ટે ઓર્ડરની કોપી ઓનલાઈ તપાસ કરતા મળી ન આવતા ફરિયાદીને થયું કે છેતર્યો છે પોતે ત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


ત્યારે સોલા પોલીએ હાલ સ્કોર્પિયો કાર છેતરપિંડીના કેસમાં આરોપી નીરવ બકુ જેબલીયાની ધરપકડ કરી છે. તપાસ કરનાર અધિકારીએ હાલ તો એ તપાસ શરુ કરી છે કે આરોપી અને મહા ઠગ નીરવ બકુ જેબલીયાએ અન્ય લોકો સાથે છેતરપિંડી કરી છે કે નહીં. 


આ પણ વાંચોઃ ગુજરાતના પાંચ શહેરો પાણીમાં ડૂબ્યા, ડ્રોન વિઝ્યુઅલમાં જુઓ પૂરથી તબાહીની તસવીરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube