`હું તળાવમાં કૂદવા જાઉં છું, મમ્મીને સાચવજો` પત્ર લખી પોલીસ પુત્રનો આપધાત, મૃતદેહ મળતા પરિવારમાં માતમ
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પુત્રએ મંગળવારે ઉંડેરા ગામના તળાવમાં પડતું મુકી આપઘાત કર્યો હતો. પંરતુ તળવા વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન પત્તો લાગ્યો ન હતો
ઝી મીડિયા બ્યુરો: વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પુત્રએ મંગળવારે ઉંડેરા ગામના તળાવમાં પડતું મુકી આપઘાત કર્યો હતો. પંરતુ તળવા વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન પત્તો લાગ્યો ન હતો. જોકે, આજે બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે, આપઘાત કરવા નીકળેલા 23 વર્ષીય યુવાને 'હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું મારી મમ્મીને સાચવજો' તેવો ઘરે પત્ર પણ છોડ્યો હતો.
વડોદરા પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારના પુત્ર નિરજ પવારે ઉંદેરા ગામના તળાવમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. નિરજ પવારે આપઘાત કરવા જતા પૂર્વે "હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું" તેવો પત્ર લખીને ઉંડેરા તળાવના કિનારે પહોંચ્યો હતો. ત્યારબાદ તળાવના કિનારે નિરજે ચપ્પલ ઉતારીને કુદકો લગાવ્યો હતો. ઘટના અંગે માહિતી મળતા તત્કાલ ફાયરની ટીમ તળાવ ખાતે પહોંચી હતી.
આ પણ વાંચો:- 'બુરી નજર વાલે તેરા મુહ કાલા', વિકાસના કામોમાં રોડા નાખનારને કાય કહેવાની જરૂર નથી: સીએમ રૂપાણી
તળાવમાં યુવકને શોધવા માટેની કામગીરી હાથ ધરી હતી. તળાવના કિનારેથી યુવાનના ચપ્પલ મળી આવ્યા હતા. જો કે, રાત સુધી યુવાનનો કોઇ પત્તો મળ્યો ન હતો. ત્યારે આજે બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પુત્રનો મૃતદેહ મળતા પોલીસ પરિવાર શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ પણ વાંચો:- કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, 4 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાતા લોકોમાં ભય
ઉલ્લેખનીય છે કે, ઉંડેરા તળાવમાં ભુસ્કો મારનાર 23 વર્ષીય નિરજ પવારના પિતા લક્ષ્મીનાથ પવાર વડોદરા પોલીસમાં ફરજ બજાવે છે. જો કે પુત્રએ આત્મહત્યા શા માટે કરી તે અંગે સમગ્ર પરિવાર પણ અજાણ છે. અત્રે નોંધનીય છે કે, આ યુવાન ઘરે જ હતો કોઇ કામ ધંધો કરતો નહોતો. જેથી દેવું થાય કે તેવું કંઇ પણ નહોતું. તો આત્મહત્યા શા માટે કરી તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube