રાજકોટ : પ્રહલાદ પ્લોટમાં રહેતા અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી ધર્મેશ બારભાયાનું નિવેદન લેવા માટે ક્રાઇમબ્રાન્ચની ટીમ પહોંચી હતી. જો કે સોની પરિવારે હાઇવોલ્ટેજ ડ્રામા ખડો કર્યો હતો. સોની પરિવારે PSI સુમરા સાખરા અને કોન્સ્ટેબલને રૂમમાં પુરી દીધા હતા. ત્યાર બાદ પોલીસનો સોની પરિવારના ઘર બહાર ખડકલો કરી દેવાયો હતો. પોલીસ ફોર્સ મોટા પ્રમાણમાં આવી જવા છતા સોની પરિવારે પોલીસ સાથે જપાજપી કરી હતી. જેના કારણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RTPCR રિપોર્ટ નેગેટિવ આવે તો હરખાઇ જવાની જરૂર નથી, જાણી લો ચોંકાવનારો ઘટસ્ફોટ


ઘટના અંગે માહિતી મળતા ભાજપનાં અગ્રણી નેતા નીતિન ભારદ્વાજ પણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને મળવા માટે પહોંચ્યા હતા. ઘટના બાદ સોની સમાજમાં પણ રોષ જોવા મળ્યો હતો. સોની સમાજ દ્વારા પોલીસ પર બળ પ્રયોગ અને અભદ્રવર્તનનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આ અંગે ડીસીપી ઝોન-1 પ્રવિણ કુમાર મીણાએ જણાવ્યું કે, ચિટિંગની અરજી અંગે નિવેદન લેવા પહોંચી પોલીસનાં પીએસાઇ અને કોન્સ્ટેબલને આ પરિવારે રૂમમાં પુરી દીધા હતા. જેના પગલે પોલીસ સ્ટાફે જઇને 10થી વધારે લોકોને ડિટેઇન કર્યા હતા. પોલીસ તપાસ બાદ યોગ્ય લાગે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે. હજી સુધી કોઇ વિરુદ્ધ ફરિયાદ થઇ નથી. 


ગુજરાતમાં લોકડાઉન થવું જોઇએ કે નહી? ગુજરાતનાં ત્રણ દિગ્ગજ નેતાઓ શું કહી રહ્યા છે?

ઘટનામાં પોલીસ સાથે સોની પરિવારે મારામારી કરી હતી. યુવાનને પોલીસ ઘરમાંથી ઘસડી લાવીને અટકાયત કરી હતી. સોની સમાજમાં ભાજપના મહિલા અગ્રણી સાથે પણ પોલીસે ઝપાઝપી કરી હતી. મહિલા સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. થોડા સમય માટે ગરમાગરમીના દ્રષ્યો સર્જાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube