• ગુજરાતમાં ક્રિસમસ અને નવા વર્ષના તહેવારોની ઉજવણી સંદર્ભે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાશે  

  • સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારે તૈયાર કરેલ SOPનું ચુસ્ત અમલ કરાશે 

  • સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ એ જ સંક્રમણને રોકવા માટેનું મહત્વનું પરિબળ 


ઝી મીડિયા/બ્યૂરો :રાજય સરકારે આગામી તહેવારને લઈ SOP બહાર પાડી છે. ક્રિસમસ (christmas) અને નવા વર્ષ (new year 2020)ના તહેવારોને લઈને સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર SOP તૈયાર કરાઈ છે. જે મુજબ, પ્રાર્થના સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે. તેમજ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહિ. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને માનવીના મહામૂલા જીવનને બચાવવા માટે રાજ્ય સરકારે સમયબધ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે રાજ્યમાં આપણે કોરોનાનું સંક્રમણ અટકાવી શક્યા છીએ. આગામી સમયમાં નાતાલ અને નવા વર્ષના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ તહેવારો દરમ્યાન પણ સંક્રમણનું પ્રમાણ વધે નહી તે માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ SOPનું રાજ્યમાં ચુસ્તપણે અમલ કરાશે. સંબંધિતોને આ અંગે જરૂરી સૂચનાઓ પણ જારી કરી દેવાઇ છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને જે દિશાનિર્દેશો અમલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તે મુજબ ગુજરાતમાં પણ ચુસ્ત અમલ કરાશે. કોવિડ 19 મામલે સુપ્રિમ કોર્ટ દ્વારા જે દિશાનિર્દેશો આપ્યા છે તે મુજબ


આ પણ વાંચો : ખુલાસો : ધમણ વેન્ટિલેટરને કારણે વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી હતી


  • નાતાલની ઉજવણી, નવા વર્ષની પૂર્વ સંધ્યા, નવા વર્ષની ઉજવણી અંગે પણ અમલ કરાશે

  • ચર્ચ / પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૨૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે

  • તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઇ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહિ 


વડોદરામાં નાતાલને કોરોનાનું લાગ્યું ગ્રહણ
વડોદરામાં નાતાલમાં કોરોનાને અટકાવવા ખાસ પગલા લેવાયા છે. ફતેગંજ વિસ્તારમાં આવેલ મેથોડિસ્ટ ચર્ચ સહિત તમામ ચર્ચ ક્રિસમસની ઉજવણી દરમિયાન બંધ રહેશે. જેથી હવે ઘરમાં બેસીને જ લોકો પ્રાર્થના કરી તાલની ઉજવણી કરવા મજબૂર બનશે. નવા વર્ષના વધામણાં માટે ચર્ચ અને દેવળોમાં યોજાતી પ્રાર્થના સભા પણ રદ કરાઈ છે. કોરોના મહામારીના કારણે સાદાઈથી નાતાલની ઉજવણી કરાશે. 


આ પણ વાંચો : સિનીયર સિટીઝન્સને સસ્તામાં પ્લોટ આપવાનું કહી છેતરપીંડી કરનાર ભાવેશ જાની પકડાયો


અમદાવાદમાં ખાસ ચેકિંગ 
અમદાવાદમાં 31મી ડિસેમ્બરની ઉજવણી અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પડાયું છે. વૈશ્વિક મહામારી કોરોનાનાં કેસો અમદાવાદમાં વધે નહિ તે માટે રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે રાત્રિ કરફ્યૂમાં કોઈપણ શહેરીજનો ઘરની બહાર ન નીકળે તેમજ દિવસ દરમિયાન પણ કોઈપણ પ્રકારની પાર્ટી અથવા તો લોકોનું સમુહ એકઠુ ન થાય તે પ્રકારે આયોજન ના કરે તેવુ પણ ખાસ સૂચન કરાયુ છે. તેમજ ૩૧મી ડિસેમ્બરે અમદાવાદ શહેર પોલીસ ખડેપગે કામગીરી કરશે અને પાર્ટી પ્લોટ ક્લબ હાઉસ સહિતના તમામે તમામ વિસ્તારોમાં પોલીસની બાજનજર રહેશે. 25મી ડિસેમ્બરે નાતાલનાં તહેવાર નિમિત્તે પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પોલીસ કામગીરી કરશે. તેમજ કોઈપણ સંજોગોમાં શહેરમાં દારૂ ધુસાડવાનો પ્રયાસ ન કરાય તે બાબતે વાહન ચેકિંગ સહિત શહેર પોલીસ ચારેતરફ નાકાબંધી કરીને કડક કાર્યવાહી હાથ ધરશે.