આખી દૂનિયામાં પ્રદૂષણ એક એવી સમસ્યા છે જે હેરાન પરેશાન કરી રહી છે. ક્યાંક વાયુ પ્રદૂષણ તો ક્યાંક પાણી પ્રદૂષણ, ક્યાંક અવાજ પ્રદૂષણ...પ્રદૂષણના ભરડાએ લોકોને એવા જકડ્યા છે કે આજે તે એક વિકરાળ સમસ્યા બનીને માનવજાતના અસ્તિત્વને જોખમમાં મૂકી રહી છે. ત્યારે યુરોપિયન બેસ સ્પેસ એજન્સી દ્વારા પ્રદૂષિત હવાના ભયજનક સ્તરમાં દક્ષિણ એશિયાના કેટલાક શહેરોનો સમાવેશ કરાયો છે અને આમાં ચોંકાવનારી માહિતી એ પણ છે કે ગુજરાતના બે શહેરો પણ સામેલ છે. જાણો વિગતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે વિગતો સામે આવી રહી છે તે ગુજરાત માટે ખરેખર ચોંકાવનારી છે કારણ કે યુરોપિયન બેસ સ્પેસ એજન્સી દ્વારા પ્રદૂષિત હવાના ભયજનક સ્તરમાં દક્ષિણ એશિયાના જે 18 શહેરો વિશે માહિતી જાહેર કરાઈ છે તેમાં ગુજરાતના પણ બે શહેરો સામેલ છે. જે 18 શહેરો વિશે માહિતી અપાઈ છે તેમાં બેંગ્લુરુ, અમદાવાદ, ચેન્નાઈ, ચિતાગોંગ, હૈદરાબાદ, ઢાકા, કરાચી, કોલકાતા, મુંબઈ, પુણે, સુરતનો સમાવેશ થાય છે. ચિંતાજનક વાત એ છે કે આ શહેરોમાં નાઈટ્રોજન ઓક્સાઈડ પીએમ 2.5 સાઈઝના પાર્ટિકલ દ્વારા લોકોના ફેફસાને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે. આ બધામાં બાંગ્લાદેશના ચિતાગોંગ અને ઢાકામાં તો નાઈટ્રોજન ઓક્સાઈડનું પ્રમાણ ઘણું વધારે છે. 


અત્રે જણાવવાનું કે જાણકારોના મત મુજબ નાઈટ્રોજન ઓક્સાઈડ વધી જવાથી તથા એમોનિયાના સંયોજનથી જે પાર્ટિક્યુલેટ 2.5 વાતાવરણમાં વધે છે તેના કારણે ભયજનક રીતે ફેફસાના રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. 


અમદાવાદમાં પ્રદૂષણે માઝા મૂકી
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તો પ્રદૂષણથી પીડાતા અનેક વિસ્તારો વિશે અવારનવાર ચિંતા વ્યક્ત કરાઈ છે. જેમાં ખાસ કરીને એસજી હાઈવે, સીજી રોડ, કોટ વિસ્તાર, આશ્રમ રોડ, પૂર્વ વિસ્તારમાં તો પ્રદૂષણથી ખુબ ચિંતાજનક સ્થિતિ છે. સાંજે 4 વાગ્યા બાદ પીએમ 2.5નું લેવલ ભયનજક સ્તરે વધે છે. આ અંગેની નોંધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા પણ લેવાઈ રહી છે. બીજી બાજુ પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક અને પૂર્વમાં ફેક્ટરીઓના કારણે આ પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારો જેમ કે હાંસોલ, ચાંદખેડા, રાયખડમાં તો એરક્વોલિટી ઈન્ડેક્સ 120થી પણ વધુ છે જે નુકસાનકારક છે. 


નોંધનીય છે કે પ્રદૂષણના કારણે વધી રહેલા પીએમ 2.5ના કણો આખા શરીરને નુકસાન કરી શકે છે. તેના કારણે દક્ષિણ અને પૂર્વ શિયામાં લાખો લોકો પ્રદૂષણથી વહેલા મૃત્યુ પામે છે. એશિયાના 18 શહરો વાયુ પ્રદૂષણની વધુ અસર હેઠળ છે. જેમાં એક કરોડે 21000 લોકો ગંભીર રીતે વાયુ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. આ સંખ્યા છેલ્લા 10 વર્ષ કરતા ત્રણ ગણી વધારે છે. 


ચિંતાજનક વાત એ પણ છે કે મોટાભાગના શહેરોમાં કોઈ પણ પ્રકારનું રૂટિન એર મોનિટરિંગ જોવા મળતું નથી. જેના કારણે વાયુ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એક અભ્યાસ મુજબ એશિયાઈ શહેરોને પ્રભાવિત કરતા પ્રદૂષણથી વર્ષે દોઢ લાખ લોકો સામાન્ય ઉંમર કરતા વહેલા મોતને ભેટે છે. આ આંકડો 2005માં 50હજાર નો હતો જ્યારે હાલ 2.75 લાખ પર પહોંચી ગયો છે. 


ભારતના આ શહેરોમાં ચિંતાજનક સ્થિતિ
બાંગ્લાદેશના ઢાકા અને ભારતના મુંબઈ-બેંગ્લુરુ સૌથી વધુ પ્રભાવિત શહેરો છે. જ્યાં પીએમ2.5ની અસર વધુ છે. સસ્તા પોલ્યુશન સેન્સર્સ, એર પોલ્યુશનના નિયમોનો ભંગ અને વ્હીકલોની વધુ સંખ્યાથી આ સમસ્યા વકરી રહી છે.