ચેતન પટેલ/સુરત: ઘરમાં ટીવી કે સ્માર્ટ ફોન નથી, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તેમ છતાં મુસ્લિમ સમાજના બાળકો એક એવી સરકારી સ્કૂલમાં ભણી રહ્યા છે જે સુવિધા પ્રાઇવેટ સ્કુલોમાં મળે છે. દક્ષિણ ગુજરાતની એક માત્ર ઉચ્ચતર માધ્યમિક ઉર્દૂ સરકારી શાળા સુરતનાં ખટોદરા વિસ્તારમાં આવેલી છે. સુમન હાઈસ્કૂલ નંબર 16 ઉર્દુ માધ્યમના વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં ઉર્દુ ભાષામાં ડિજિટલ માધ્યમથી ગણિત અને વિજ્ઞાન સહિતનું શિક્ષણ મેળવી રહ્યા છે. ઉર્દુ માધ્યમની શાળા હોવાના કારણે અહીં વિદ્યાર્થીનીઓની સંખ્યા સૌથી વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારા ઘરનો દીવો ઓલવી નાખ્યો, આ પાપીને ફાંસી થવી જોઈએ! દીકરો પોક મૂકી રડી પડ્યો!


સુરતમાં એક માત્ર દક્ષિણ ગુજરાતની ઉર્દુ હાયર સેકન્ડરી સ્કૂલ પ્રાઇવેટ શાળાઓને પણ ટક્કર આપે છે. અહીં ઉર્દુ ભાષાના વિદ્યાર્થીઓ સ્માર્ટ બોર્ડમાં તમામ વિષયો ભણી રહ્યા છે સૌથી અગત્યની વાત છે કે સુમન હાઈસ્કૂલ નંબર 16 ઉર્દુ માધ્યમની આ શાળા વિદ્યાર્થીઓ માંથી અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ એ ક્યારેય પણ સ્માર્ટફોન કે કમ્પ્યુટર જોયા નથી. તેમના ઘરે ટીવી પણ નથી. હાલ ઉર્દુ ભાષામાં આ વિદ્યાર્થીઓ ભણીને પોતાનું ભવિષ્ય ઉજજવલ કરવા પ્રયાસ કરી રહ્યા છે. આ ખાસ સ્માર્ટ શાળા છે કે જ્યાં ધોરણ 9 અને 12ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 


ભૂપેન્દ્ર પટેલ સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ, 15 મહિનામા જ PM મોદીના સપનાને કર્યું પૂર્ણ


પ્રાથમિક શાળા સુધી ભણ્યા બાદ ઉર્દુ મિડીયમ ના વિદ્યાર્થીઓ માટે કોઈ વિકલ્પ મળતો નથી અથવા તો તેમને પ્રાઇવેટ શાળામાં જઈને ભણવું પડતું હતું અને પરિવારની સ્થિતિ સારી ન હોવાથી તેઓ પ્રાઇવેટ શાળામાં ભણી પણ શકતા ના હતા, પરંતુ હાલ આ શાળાના કારણે મુસ્લિમ સમાજના બાળકોને ભણવાની તક મળી છે. 


ખાલિસ્તાની આતંકીની અમિત શાહ-જયશંકરને ખુલ્લી ધમકી, 1.25 લાખ ડોલરનું ઈનામ રાખ્યું


ઉર્દુ ભાષાની સાથે તેમને ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ ગુજરાતી તમામ વિષયો ભણાવવામાં આવે છે. કમ્પ્યુટર લેબની પણ સુવિધા છે. બાળકો અન્ય ક્ષેત્રમાં ભણી શકે આ માટે તેમને આગળના શિક્ષણ માટે પણ તૈયારીઓ કરાવવામાં આવે છે. શાળામાં નિષ્ણાંત શિક્ષકો છે અને દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડના ઓડીયો વિડિયોના માધ્યમથી ભણાવવામાં આવે છે. 


Daily GK Quiz: કયો દેશ છે સૌથી શિક્ષિત? રાજધાની વિશે આ વાત ખબર છે?


દરેક ક્લાસમાં સીસીટીવી ઉપલબ્ધ છે જેથી માતા-પિતા પોતાની બાળકીઓને આ શાળામાં સુરક્ષિત અનુભવે છે દર વર્ષે શાળાનું પરિણામ સારું આવી રહ્યું છે. ટેકનોલોજી ના માધ્યમથી પોતાની ભાષામાં આ મુસ્લિમ સમાજ ના બાળકો દેશ દુનિયા સામે પોતાની પ્રતિભા દર્શાવવા માટે ભણી રહ્યા છે.