તેજસ દવે/મહેસાણા : કડીના ધરમપુરમાં ગઈકાલે એક શાળામાં વિચિત્ર ઘટના બની હતી. પીજે પટેલ સર્વ વિદ્યાલયના કાર્યક્રમમા પેરાગ્લાઈડિંગ કરતા સમયે એક વિદેશી નાગરિક જમીન પર નીચે પટકાયો હતો અને તેનુ મોત નિપજ્યુ હતું. મૃતક વિદેશી યુવક સાઉથ કોરિયાનો વતની હતો. તે વડોદરામાં એક ઉદ્યોગપતિના મહેમાન બનીને આવ્યા હતા. જોકે, આ ઘટનામાં ચાઈનીસ દોરી કારણભૂત હોવાનું સામે આવ્યું છે. ચાઈનીસ દોરીથી પેરાશૂટને ઘસરકો લાગ્ોય હતો ને પેરાશૂટ ડેમેજ થયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાની પીજે પટેલ સર્વ વિદ્યાલયમાં ગઈકાલે શષ્ટિપૂર્તિના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં મૂળ વિસતપુરા ગામના અને હાલમાં વડોદરા ખાતે બિઝનેસ કરતા બિઝનેસમેન શાળાની કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તેમની સાથે એક કોરિયન નાગરિક તેમના મહેમાન બનીને આવ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં પેરાગ્લાઈડિંગ કરાયુ હતું. કાર્યક્રમ દરમ્યાન પેરાશૂટ ઉડાવતો કોરિયન પાયલટ નીચે પટકાયો હતો. કોરિયન નાગરિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. 


[[{"fid":"416559","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mehsana_news_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"mehsana_news_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mehsana_news_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"mehsana_news_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"mehsana_news_zee2.jpg","title":"mehsana_news_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


મૂળ કોરિયન નાગરિક વડોદરાના વેપારીના આમંત્રણ પર અહીં આવ્યા હતા. ચાઈનીઝ દોરીનો પેરાસુટને ઘસરકો વાગતા પેરાસુટ ડેમેજ થયુ હતું, અને ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.


ચાઈનીસ દોરી પર પ્રતિબંધ
ઉતરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે દોરાથી મોતની ઘટનાઓ બની રહી છે. રાજ્યમાં ઉતરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે હોય છે. પરંતુ ચાઈનીસ દોરી પ્રતિબંધિત હોવા છતાં તે બેરોકટોક વેચાય છે અને વપરાય છે. નાયલોન દોરીને મજબુત બનાવવા માટે તેમાં કાચ ઉમેરવામાં આવે છે. જેના કારણે આવી દોરીઓ સામાન્ય જનજીવન અને પશુપક્ષીઓ માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. સરકારે ચાઈનીઝ દોરી વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.