ઝી બ્યુરો/ખેડા: ખાખીને બદનામ કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો ખેડા પોલીસનો છે. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ કોઇ બાબતે એકબીજાને માર મારતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થતા ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. વીડિયો વાયરલ થતાં ત્રણેય પોલીસ કર્મીઓને હાલ લીવ રીઝર્વમાં મુકાયા છે. આ વાયરલ વીડિયોમાં દારૂની બોટલ જોવા મળે છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આ ઘટનામાં દારૂના કારણે કોઈ ઝઘડો થયો છે? કે પછી દારૂના નશામાં ત્રણેય અધિકારીઓ વચ્ચે આ બબાલ થઈ છે? જોકે હાલ આવી કોઈ બાબત સામે આવી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક-બે નહીં 4 મોટા ગ્રહ કરશે રાશિ પરિવર્તન, માર્ચ મહિનામાં આ જાતકોનું ભાગ્ય ચમકી જશે


આગામી બે મહિના ગુજરાતનું હવામાન વિચાર્યું નહીં હોય તેવું રહેશે! જાણો અંબાલાલની આગાહી


ખેડા પોલીસનો ખુલાસો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક રૂમમાં કેટલાક માણસો મારામારી કરતા અને એકબીજાને છોડાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે જે વિડિયોના દ્રશ્યો જોતા એ લોકો પૈકી ત્રણ પોલીસ ઇન્સ્પેકટર હોવાનું માલુમ પડે છે જે શિસ્તબદ્ધ પોલીસ વિભાગને ન છાજે તેવું વર્તન જણાતા (૧)પોલીસ ઇન્સ્પેકટર, નડિયાદ ટાઉન (૨) પોલીસ ઇન્સ્પેકટર, નડિયાદ પશ્ચિમ (૩) પોલીસ ઇન્સ્પેકટર, વડતાલ તથા અન્ય ખાનગી માણસો હોવાનું જણાતા ઉપરોક્ત ત્રણેય પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વ કન્ટ્રોલ રૂમ ખાતે નિમણુંક કરવામાં આવ્યા છે અને વાયરલ વિડીયો આધારે ઉપરોક્ત તમામ જવાબદારો વિરૂદ્ધ શિસ્ત વિષયક પગલાં લઈ શકાય તે હેતુથી વાયરલ વીડિયો બાબતે નાયબ પોલીસ અધિક્ષક, નડિયાદ વિભાગને પ્રાથમિક ઇન્કવાયરી સોંપવામાં આવેલ છે અને ઇન્કવાયરી આધારે કસૂરવાર વિરૂદ્ધ શિસ્ત વિષયક પગલાં લેવામાં આવશે.


સુહાગરાતે જ દુલ્હને કરી બુમાબુમ; હોસ્પિટલ લઈને પહોંચ્યા પરિવારજનો..જબરદસ્ત છે સ્ટોરી


હેલ્લો પોલીસ...મારી મમ્મી બીજા લગ્ન કરી રહી છે એને સમજાવો ને, દીકરીએ માંગી મદદ


આ ત્રણ PI કંઈ બાબતે બબાલ કરી રહ્યા છે તે જાણવા મળી રહ્યું નથી. હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે, યશવંત આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.