રધુવીર મકવાણા/બોટાદ: બોટાદનાં ગઢડાનાં ગોપીનાથજી મંદિરનાં એસ પી સ્વામી હુમલો કરતા હોય તેવો સોશિયલ મીડિયામાં વિડિયો વાઇરલ થતા ખળભળાટ મચી ગયો છે. ગઢડાનાં હરસુરભાઈ ખાચરને પાટુ મારતો વિડિયો વાઇરલ થયો છે. શનિવારે સવારનાં મંદિરે મતદાર યાદીમાં નામ ચડાવવા હરસુરભાઇ ખાચર રજુઆત કરવા ગયા હતા. રજુઆત દરમિયાન એસ પી સ્વામીએ હુમલો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે એસ.પી સ્વામી પાટીદાર નેતા હાર્દિક પટેલનાં નિકટનાં મનાય છે. ત્યારે આ વીડિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વામીની દાદાગીરીનો કિસ્સો આવ્યો સામે 
ગઢડાના જૂના મંદિર ગોપીનાથજી મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ શાસ્ત્રીની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બેઠક દરમિયાન મતદાર યાદી મુદ્દે એક હરિભક્તે સવાલ ઉઠાવતા એસ.પી. સ્વામી ગુસ્સે થયા હતા. તેમજ પોતાની જગ્યાએથી ઉભા થઈને હરિભક્તને લાત ફટકારી હતી. એટલું જ નહીં બાદમાં તમામ સંતોએ વેપારીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. આ ઝઘડાની પાછળ ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મંદિરના એસપી સ્વામી પોતાના કોઈ અંગત દ્વારા મંદિરમાં વર્ચસ્વ જમાવું  હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


વધુ વાંચો...આજથી તલાટી કમ મંત્રીઓની રાજ્યવ્યાપી હડતાળ, 18 હજાર ગ્રા.પં પર અસર વર્તાશે


સ્વામીએ લાત માર્યાનો કર્યો ઇનકાર 
ગઢડા સવામીનારાયણ મંદિરના એસ પી સવામીનો મારમારતો વીડિયો વાયરલ થવા મામલે એસ પી સવામીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મે કોઈને માર માર્યો નથી. ફકત સમજાવવા ગયો હતો. મંદિરની ઓફિસમાં અસામાજિક લોકોને લાવી બે ફામ બોલતા હતા તેને અટકાવવા ગયો હતો.