ગૌરવ પટેલ: અમદાવાદના બાળ સંરક્ષણ ગૃહની એક દિકરીને આજે પરિવાર મળ્યો છે. બાળ સંરક્ષણ ગૃહમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતી હિરને સ્પેનની શિક્ષિકા અના પીલર ગીલ દે લા પ્યુનટે દત્તક લીધી છે. અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ હિરની દત્તક પ્રકિયાને પુર્ણ કરાવી હિર અને તેનો પાસપોર્ટ એનાને સુપરત કર્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિર વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં કોઇ ત્યજી ગયું હતું ત્યારથી અમદાવાદના પાલડી ખાતે આવેલું વિરાસગૃહ તેનું ઘર હતું. તેનો પરિવાર ક્યાં હતો તેના માતા પિતા કોણ હતા એ કોઇને ખબર ન હતી. પરંતુ આજે હિરને પરિવાર મળી ગયો છે અને તેની માતા સ્પેનની છે. સ્પેનની શિક્ષિકા એના એ હિરને દત્તક લીધી. હિરને દત્તક લેવા અંગે અના એ કહ્યું કે જ્યારે હું 25 વર્ષની હતી ત્યારે મને બાળક દત્તક લેવાની ઈચ્છા હતી. પરંતુ તે સમયે મારી પાસે નોકરી કે કોઈ વ્યવસ્થા હતી નહિ કે હું બાળક દત્તક લઈ શકું અને ભરણ પોષણ કરી શકું.


ત્યારબાદ હું 2015માં ફરી ભારત આવી અને બાળક દત્તક લેવાની પ્રકિયા શરૂ કરી. ત્યારે આજે 3 વર્ષ બાદ હું હિરને દત્તક લઈ રહી છે. ભારતમાં દત્તક લેવાની પ્રક્રિયા સરળ છે અને ભારતના લોકોને જોઈ મને ઈચ્છા હતી કે હું કોઈ ભારતીય દીકરીને દત્તક લઉ. હિરે સ્પેનથી ભારત આવું હશે પરત તો હું તેને આવા દઈશ. પણ કદાચ જો એને ના પણ આવું હોઈ તો તે હિર પર ડીપેન્ડ કરે છે.

ગઢડા સ્વામી મંદિરના એસ.પી સ્વામીએ ભક્તને કરી પાટાવાળી, વીડિયો વાયરલ


દિકરો નહી પણ દિકરી દત્તક લેવા અંગે અનાએ કહ્યું કે દિકરીઓ દિકરા કરતાં વધારે સ્માર્ટ હોય છે તે પરિવાર ને સારી રીતે સમજે છે જ્યારે હું ઘડપણ મા હોઈશ તો હિર મારો સહારો બનશે તેમણે ઉમેર્યું કે દુનિયામાં ઘણા દેશ છે પણ ભારત પ્રત્યે મને પ્રેમ અને આદર હોવાથી મે ભારતમાંથી દિકરી લીધી. વળી ભારતમાં અનાથ બાળકો વધારે છે અને તેમને દત્તક લેનાર લોકો ઓછા છે. તો મારી દિકરી દત્તક લેવાની ઘટનાથી ભારતીયોમાં પણ બાળક દત્તક લેવાની પ્રેરણા મળશે.


આજનો દિવસ પ્રસંગ બાળ સંરક્ષણ ગૃહ માટે સોનાનો દિવસ હતો કેમ કે તેમની એક દિકરીને પરિવાર મળ્યો. આ પ્રસંગે બાળ સંરક્ષણ ગૃહના પ્રમુખ સી કે પટેલ એ કહ્યું કે આજનો દિવસ અમારે માટે શુભ છે. આજદિન સુધી અમારી સંસ્થામાંથી ૮૪ બાળકો દત્તક લેવાયા જે બધા ભારતમાં કે ભારતીય મૂળના દંપતી દ્વારા દત્તક લેવાયા હતા. આ પ્રથમ ઘટના છે જ્યારે એક વિદેશી મહિલા દ્વારા અમારી સંસ્થાની દિકરી દત્તક લેવાઇ હોય. એમને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે હિરના સંસ્કાર દેશનું માથું ઊંચું કરે અને હિર મોટી થઇ ભારત આવે અને તેના જીવનમાં અપાર ખુશીઓ આવે તેવી આશા વ્યક્ત કરી. 


અનાને હિરને દત્તક આપવાની પ્રક્રિયા અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ પાસપોર્ટ આપી પુર્ણ કરી અને કહ્યું કે આ ઘટના દર્શાવે છે કે વિદેશમાં વસતા લોકો ભારત પ્રત્યે કેટલો આદર રાખે છે. એના દ્વારા હિરનો સારી રીતે ઉછેર થાય તેનું ધ્યાન રાખવાની સુચના અપાઈ છે. આજે હિર પાસે બાયોલોજીકલ પેરેન્ટ ન હોવા છતાં બંને વચ્ચે અદ્ભુત પ્રેમ જોવા મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બાળ સંરક્ષક ગૃહ અમદાવાદ પાલડીમાંથી વર્ષ ૨૦૦૪થી અત્યાર સુધીમાં ૮૪ બાળકો દત્તક લેવાયા છે, જેમાં 51 દિકરી અને 33 દિકરાનો સમાવેશ થાય છે દત્તક લેવાયેલા પૈકીના ૧૦ બાળકો વિદેશ છે જેમાં ૮ દિકરીઓ અને ૨ દિકરા છે.