મોરબી : જિલ્લામાં ૨૩૨ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી દિવસો યોજવાની છે ત્યારે જો વાત કરીએ મોરબી તાલુકાનાં નાના એવા નારણકા ગામની તો આ ગામમાં સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક છે. સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી જેઠાણી, દેરાણી અને ભત્રીજા વહુ ચૂંટણીના જંગમાં આમને સામને છે.મોરબી જિલ્લામાં ૩૦૩ ગામની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જો કે તેમાથી ૭૧ ગ્રામ પંચાયત સમરસ બની છે માટે હાલમાં ૨૩૨ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તા ૧૯ ના રોજ યોજવાની છે. તેમાં ઘણા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેથી મતદારોને રીઝવવા માટેના પ્રયાસો પણ તેઓએ શરૂ કરી દીધા છે. જો કે, મોરબી તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામતની છે. આ ગામમાં  એક જ પરિવાર વર્ષોથી રહે છે તો પણ પંચાયત સમરસ બની નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે કસાતો કોરોનાનો ભરડો, નહી ચેતો તો હેરાન થશો


જેથી સરકારી ગ્રાંટનો લાભ તો નહીં મળે. જો કે, દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુવચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણીનો જંગ જરૂર જામશે. હાલમાં ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ જેમને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમાં ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી, ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીનો સમાવેશ થાય છે. તેઓ ચંપાબેન કાનજીભાઈ બોખાણી અને અમરતબેન ધનજીભાઈ બોખાણી જેઠાણી અને દેરાણી છે, અને ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી તેઓના ભત્રીજા વહુ છે. નારણકા ગામે અનુસૂચિત જાતિ સમાજમાં બોખાણી પરિવારના ૧૦ ઘર આવેલ છે. આ ગામમાં ૯૫૦ કરતાં વધુનું મતદાન છે અને સૌથી વધુ વસ્તી પાટીદાર સમાજની છે. હાલમાં જે ચૂંટણી યોજવાની તેમાં આઠ વોર્ડમાથી સાત વોર્ડમાં બિન હરીફ સભ્યો જાહેર કરવામાં આવેલ છે. 


ભયાનક ઘટના: વરરાજા બગી પર નાચી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ સાથે બગી બની ગઇ આગનો ગોળો


જો કે, ચંપાબેન કાનજીભાઈ બોખાણીના દીકરા જયેશભાઇ બોખાણી દ્વારા વોર્ડ-૫ માથી ઉમેદવારી કરવામાં આવી છે. જેથી કરીને તે એક સભ્ય માટે પણ ચૂંટણી યોજવાની છે. આ ગામની ઘટતી સુવિધાની વાત કરીએ તો ૩૫ વર્ષ પહેલા ગામમાં આરોગ્યની સુવિધા હતી. જો કે, ૨૦૦૧ માં આવેલા ભૂકંપ પછી નવું દવાખાનું તો બનાવવામાં આવ્યું છે પરંતુ તેમાં ડોકટર કે સ્ટાફને મૂકવાનું અધિકારી ભૂલી ગયા છે. જેથી દવાખાનાને આજની તારીખે પણ તાળાં છે. પહેલા ગામમાં ધોરણ ૧૦ સુધીનું શિક્ષણ હતું અને ધોરણ ૧૨ સુધીની સ્કૂલ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી. જો કે, તે શાળામાં હાલમાં માત્ર ધોરણ પાંચ સુધીનું જ શિક્ષણ છે. જેથી બાળકોને શિક્ષણ માટે બહાર મોકલવા પડે છે. લોકોને આરોગ્ય અને શિક્ષણની સુવિધા માટે ગામ છોડવું પડે છે. જેથી પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ આરોગ્ય અને શિક્ષણની સુવિધા નવા સરપંચ દ્વારા વધારવામાં આવે તેવી ગામના લોકોની લાગણી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube