લો બોલો ! એક માછલીને કારણે આખા જિલ્લાની પોલીસને દોડતી થઇ
જિલ્લાના સોનગઢમાં આજે ફરી એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પણ નજીવી બાબતે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. જ્યારે તેનો મિત્ર જેલના સળિયા ગણતો થઈ ગયો છે. સોનગઢના પાઘડધુવા ગામે સામાન્ય બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં 80 વર્ષીય વૃદ્ધને માથાના ભાગે હોડી ચલાવવાના લાકડાના હલેસાનો સપાટો મારતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોચી આરોપી મિત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી અટક કરી છે.
તાપી : જિલ્લાના સોનગઢમાં આજે ફરી એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પણ નજીવી બાબતે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. જ્યારે તેનો મિત્ર જેલના સળિયા ગણતો થઈ ગયો છે. સોનગઢના પાઘડધુવા ગામે સામાન્ય બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં 80 વર્ષીય વૃદ્ધને માથાના ભાગે હોડી ચલાવવાના લાકડાના હલેસાનો સપાટો મારતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોચી આરોપી મિત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી અટક કરી છે.
GUJARAT CORONA UPDATE: નવા 890 કોરોના દર્દી, 1002 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત
સોનગઢના પાઘડધુવા ગામના દેડકદેવ ફળીયામાં ઉકાઈ ડેમના ફૂગારા કિનારે માછલી પકડવા ગયેલા 80 વર્ષીય રામજીભાઈ વસાવા અને જાલુભાઈ વસાવા વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આવેશમાં આવી જઈને આરોપી જાલુભાઈ વસાવા લાકડાના હલેસાનો સપાટો રામજીભાઈને માથામાં ડાબી સાઈડે મારી દેતા રામજીભાઈ વસાવાને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. ફરી નજીવી બાબતને લઈને તાપી જિલ્લામાં એકનો જીવ ગયો છે.
પોલીસનું ડબલ રસીદ કૌભાંડ! સરકારને જેટલી કમાણી થાય તેટલી જ ગુજરાત પોલીસની પણ કટકી?
જેને પગલે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સોનગઢ પોલીસે જાલુભાઈ વસાવા વિરુદ્ધ ઈપીકો કલમ 302 તથા જીપી એકત 135 મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય બાબતે રોષે ભરાયેલા વ્યક્તિ દ્વારા એક વયોવૃદ્ધ વ્યક્તિનો જીવ લઇ લેવાતા ગામમાં પણ હાલ સ્થિતી તંગ બની છે. જો કે પોલીસે સમગ્ર સ્થિતી થાળે પાડવામાં સફળ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube