અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે જાહેર કરાઈ ખાસ એડવાઇઝરી, તમારી ફ્લાઇટ હોય તો જરૂર વાંચી લેજો
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈ મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદઃ 15 ઓગસ્ટથી લઈને રક્ષાબંધન સહિતના તહેવારો હવે આવી રહ્યાં છે. તહેવારોને કારણે લોન્ડ વિકેન્ડ આવવાનો છે. તહેવારોને કારણે લોકો ફરવા પણ જતા હોય છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટને કારણે એરપોર્ટ પર સિક્યોરિટી વધારાઈ છે, જેથી મુસાફરોએ વહેલા પહોંચી જવું.
મુસાફરો માટે એડવાઇઝરી
મહત્વનું છે કે તહેવારોને કારણે એરપોર્ટ પર ભીડ જોવા મળતી હોય છે. આ દરમિયાન લોકોની સુરક્ષા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જે મુસારફોની ફ્લાઇટ હોય તેમને એરપોર્ટ પર વહેલા પહોંચી જવાનું કહેવામાં આવ્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ મુસાફરોને આ સૂચના આપી છે. આગામી 20 ઓગસ્ટ સુધી આ એડવાઇઝરી અમલમાં રહેશે.
15 ઓગસ્ટથી લઈને રક્ષાબંધનના તહેવાર
15 ઓગસ્ટ બાદ 19 ઓગસ્ટે રક્ષાબંધન છે અને લોન્ગ વિકેન્ડ આવી રહ્યો છે. તેવામાં મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે એરપોર્ટમાં સુરક્ષા વધારવામાં આવી છે. એટલે કે જેમની ફ્લાઈટ 20 ઓગસ્ટ સુધી હોય તે મુસાફરોએ એરપોર્ટ પર વહેલા પહોંચી જવાની વિનંતી કરવામાં આવી છે.