જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :આવતીકાલથી શરૂ થતાં મહાશક્તિના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિને લઈ શક્તિપીઠ પાવગઢ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત છૂટ મળતા જ આ વખતે 15 લાખથી વધુ ભક્તો ચૈત્રી નવરાત્રિએ ઉમટી પડવાની શક્યતાઓ છે. જેને લઈ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના બે વર્ષ બાદ લંડનથી દર્શને આવ્યો પટેલ પરિવાર
ચૈત્ર નવરાત્રિના આગલા દિવસે એટલે આજે શુક્રવારે અમાસના દિવસે શક્તિપીઠ પાવગઢ ખાતે ભાવિક ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આજ રોજ પાવાગઢ ખાતે 1 લાખ ઉપરાંત દર્શનાર્થીઓએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. હાલ પાવાગઢ ખાતે દેશ પરદેશ સહિત પાડોશી રાજ્યોથી પણ શ્રદ્ધાળુઓ મહાકાળીના દર્શન માટે પાવગઢ ખાતે આવતા હોય છે. મૂળ વડોદરાના અને હાલ લંડન ખાતે સ્થાયી થયેલા પટેલ પરિવાર પણ મહાકાળી માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. પોતાના કુળદેવી હોઈ આ પરિવાર દર વર્ષે મહાકાળી માતાના દર્શનાર્થે પાવગઢ ખાતે આવતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈ દર્શનથી વંચિત રહેલ લંડનના પટેલ પરિવારે આ વખતે મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 


આ પણ વાંચો : રડવા મજબૂર બન્યા ગુજરાતના ખેડૂતો, મોંઘવારી વચ્ચે વધ્યા ખાતરના ભાવ


ભક્તો જ્યોત લઈને વતન જાય છે 
પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિમાં મોટેભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા ભક્તોનું પ્રમાણ વધુ હોય છે. આ રાજ્યોમાં પાવાગઢથી અખંડ જ્યોત લઇને પોતના વતનમાં જવાનું માહાત્મ્ય છે. જ્યાં અહીંથી લઇ જવાયેલ અખંડ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને બાદમાં તેનું વિસર્જન થાય છે. તેથી પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. 


આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિરનો દર્શન-આરતીનો સમય બદલાયો, ખાસ જાણી લેજો


કોરોના કાળ બાદ પ્રથમ વખત શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ભક્તો માટે ચૈત્રી નવરાત્રી દરમ્યાન ખુલ્લું રહેવા નું હોય અંદાજીત 15 લાખ થી વધુ ભક્તો ઉમટી પડવાની શક્યતાઓ ને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ એસ.ટી.બસો ની વ્યવસ્થા,મેડિકલ ટિમ ની વ્યવસ્થા સહિત પોલીસ બંદોબસ્ત માટે 3 ડીવાયએસપી,9 પીઆઇ સહિત એક હજાર કરતા વધુ જવાનો ચાંપતો બંદોબસ્ત રાખવા ના હોય પાવગઢ આવતા દર્શનાર્થીઓને ને કોઈ તકલીફ ના પડે તે માટે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે . તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષાને ને ધ્યાનમાં રાખી પાવાગઢ બસ સ્ટેશનથી માંચી સુધી જવાના રસ્તા પર ખાનગી વાહનો ની અવરજવર બંધ કરાવવામાં આવી છે જયારે એસ ટી વિભાગ દ્વારા વધારાની બસો મુકવામાં આવી છે જેને લઈને યાત્રિકો સરળતા થી માંચી સુધી પહોંચી શકે.


આ પણ વાંચો : 


બોર્ડની પરીક્ષાનું ટેન્શન એવુ થયુ કે રાજકોટની વિદ્યાર્થીની બાથરૂમમાં પેટ્રોલ છાંટી મોતને ભેટી


સુરત પાલિકાએ એવો રોબોટ ખરીદ્યો, જે આગના ધુમાડા વચ્ચે જઈને લોકોને બચાવશે


AAP થી ભાજપમા ગયેલા મહિલા કોર્પોરેટરની દોઢ મહિનામા જ ઘરવાપસી