સાબરમતી જેલમાં કેદીઓ માટે પુસ્તકની પરબ ખોલવામાં આવી, બેંગ્લોરની સત્સંગ સંસ્થાએ આપી એવી ભેટ કે...
આ પુસ્તકોમાં જેલના પુસ્તકો કે જેમાં દેશની વિવિધ જેલો અંગેની માહિતી આપવામાં આવી છે. તે પણ આ લાયબ્રેરીમાં મકવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં જેલના કેદીઓ, જેલ સુપ્રિટેન્ડેન્ટ અને સત્સંગ સંસ્થાના સભ્યો પણ હાજર રહ્યા હતા.
આશ્કા જાની/અમદાવાદ: આજનાં મોબાઇલ, સિનેમા તથા ઇન્ટરનેટનાં યુગમાં લોકોની વાંચન તરફની રૂચી ઘટતી જાય છે. જેના કારણે લોકો નવરાશની પણોમાં મોબાઇલ પર ચેટીંગમાં કે ટીવી પર નકામું જોવામાં સમય પસાર કરે છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી જેલમાં કેદીઓ વાંચન તરફ વળે અને વાંચનની રૂચી કેળવાય તે હેતુથી અનોખી પુસ્તક પરબ ખોલવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સાબરમતી જેલમાં પુસ્તકની પરબ ખોલવામાં આવી છે. બેંગ્લોરની સત્સંગ સંસ્થા દ્વારા અલગ અલગ પુસ્તકો જેલની લાયબ્રેરી માટે આપવામાં આવ્યા હતા. સાબરમતી જેલમાં મોટી સંખ્યામાં કેદીઓ વર્ષોથી જેલવાસ ભોગવી રહ્યા છે. આ પુસ્તકનું વાંચનના લીધે તેઓને આધ્યાત્મિક, સામાજિક જ્ઞાન વધે તે માટે પુસ્તકો આપવામાં આવ્યા હતા.
રાજકોટમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન; તેલના ડબ્બાઓ માથે રાખીને રાસ ગરબાની રમઝટ બોલાવી
આ પુસ્તકોમાં જેલના પુસ્તકો કે જેમાં દેશની વિવિધ જેલો અંગેની માહિતી આપવામાં આવી છે. તે પણ આ લાયબ્રેરીમાં મકવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં જેલના કેદીઓ, જેલ સુપ્રિટેન્ડેન્ટ અને સત્સંગ સંસ્થાના સભ્યો પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક એવી જેલો છે જેનો ઐતિહાસિક ઇતિહાસ જાણવા કોઈ ચોક્કસ પુસ્તક ગુજરાતમાં નહોતું જે તમામ બાબતો માહિતી પુસ્તકમાં સમવવામાં આવી છે. ઘ જેલ પુસ્તકમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ગામડે-ગામડે, નેસડે-નેસડે ફરીની લોકકથાઓ-લોકસાહિત્યનું પૃથ્થકરણ કરીને એકત્ર કર્યા હતા, તે જ પરિપાટીએ જેલની વાતોમાં પણ ઇતિહાસ રોમાંચને ઊજાગર કરવાન વાતોને પુસ્તક સ્વરૂપે વધુ સંકલીત કરીને લોકો સમક્ષ મુકાય છે. એટલું જ નહીં જેલોના વાતાવરણ, જેલર અને જેલ સ્ટાફની કામગીરીને વધુ સમાજોપયોગી બનાવવામાં નવી દિશા પણ પુસ્તકમાંથી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube