હવે અમદાવાદથી સીધા પ્રયાગરાજ મહાકુંભ માટે ઉડાન ભરી શકાશે, શરૂ થઈ ફ્લાઈટ
Prayagraj Mahakumbh 2025 : મહાકુંભ માટે પ્રયાગરાજની સ્પેશિયલ ફ્લાઇટ શરૂ કરાશે... 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ડેઇલી સ્પેશિયલ ફ્લાઇટની જાહેરાત કરાઈ
Ahmedabad News : મહાકુંભ મેળો હિંદુ ધર્મનો સૌથી મોટો આધ્યાત્મિક કાર્યક્રમ છે, જે દર 12 વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. આ મેળો 2025માં યોજાવા જઈ રહ્યો છે અને જ્યોતિષની દૃષ્ટિએ તેને ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે. ગુજરાતથી મહાકુંભ જવા માંગતા ભક્તો માટે હાલમાં જ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે મહાકુંભ માટે ગુજરાતથી સ્પેશિયલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.
મહાકુંભ માટે પ્રયાગરાજની સ્પેશ્યલ ફ્લાઇટ શરુ કરાઈ છે. ગુજરાતથી વધી રહેલા શ્રદ્ધાળુઓની ડિમાન્ડને જોઈને આ નિર્ણય લેવાયો છે. 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દૈનિક ફ્લાઈટ શરૂ કરાઈ છે. સ્પેશ્યલ ફ્લાઇટ 655 અમદાવાદથી સવારે 8:10 કલાકે ઉપડશે, જે પ્રયાગરાજ 9:55 કલાકે પહોંચશે. પ્રયાગરાજથી સાંજે 4:30 એ ઉપડશે, જે અમદાવાદ 6:45 કલાકે પહોંચશે. ફ્લાઈટનું ભાડુ 5984 રૂપિયાથી શરુ થશે.
પેસેન્જરોની સંખ્યા વધવાની સાથે ડાયનેમિક ફેર વસૂલ કરાશે. આ સ્પેશિયલ ફ્લાઇટનું બુકિંગ કંપનીની વેબસાઈટ પર, એપ અને ટ્રાવેલ પોર્ટલથી કરાવી શકાશે.
કુટુંબોને જોડીને રાખતી પાટીવાર પરિવારની વહુઓનો વટ પડ્યો! સમાજે કર્યું મોટું સન્માન
ગુજરાતથી મહાકુંભ માટે ટ્રેન પણ દોડશે
મહાકુંભ મેળા 2025ને લઈને મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ઉધના- બલિયા, વલસાડ-દાનપુર, વાપી-ગયા, વિશ્વામિત્રી-બલિયા, સાબરમતી-બનારસ, સાબરમતી બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ), ડો. આંબેડકરનગર-બલિયા અને ભાવનગર ટર્મિનસ-બનારસ સ્ટેશનો વચ્ચે સ્પેશિલ ભાડા પર મહાકુંભ મેળાની આઠ જોડી ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેન 72 ટ્રીપથી લાખો લોકોને મહાકુંભ મેળામાં પહોંચાડશે. ટ્રેન નંબર 09031, 09019, 09021, 09029, 09413, 09421, 09371 અને 09555 માટે બુકિંગ 21 ડિસેમ્બર, 2024 થી શરૂ થશે. તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.
12 વર્ષ બાદ યોજાનાર મહાકુંભ ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 25 ડિસેમ્બરથી ગુજરાતથી સાધુ સંતો પ્રયાગરાજ જવા માટે રવાના થશે. 500 થી વધુ મહામંડલેશ્વર અને સાધુઓ મહાકુંભના દર્શન કરશે. પ્રયાગરાજના એક ડોમમાં 500 થી વધુ સાધુઓને ઉતારા આપશે. સાધુ સંતો માટે સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 13 જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થશે. સાધુ સંતોના આગમન સમયે ફૂલોથી વર્ષા કરવામાં આવશે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થશે, આ દિવસોમાં આવશે વરસાદ