અમદાવાદ :અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે IPL નિહાળવા માટે 1.30 લાખ લોકો ઉપસ્થિત રહેશે. આખુ સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઈ જશે. કારણે હવે તો  IPL ની ટિકિટ મોં માગ્યા ભાવમાં વેચાવા લાગી છે. મેચનો ક્રેઝ એટલો છે કે રૂ.800ની કિંમતની ટિકિટો બ્લેકમાં રૂ.8 હજારમાં અને 1500ની ટિકિટ રૂ.15 હજારમાં વેચાઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદ આવવાની ફ્લાઈટના ભાડા પણ તોતિંત વધી ગયા છે. લોકો IPL ની ફાઈનલ જોવા માટે ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર છે. ત્યારે જો તમે મેચ જોવા જવાના હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહિ તો અંદર એન્ટ્રી નહિ મળે. 


  • મેચમાં 4 કલાક પહેલાં એન્ટ્રી લઈ લેવી પડશે

  • સ્ટેડિયમમાં પાણી પણ લઈ જઈ શકાશે નહિ. તેમજ સ્ટેડિયમમાં લાઈટર, મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ, જ્વલનશીલ વસ્તુ, ફટાકડા, હથિયાર, હેલ્મેટ, બેગ લઈ જઈ શકાશે નહીં.

  • ટિકિટ ફાટી ગયેલી કે છેડછાડ કરેલી હશે અથવા બારકોડ નહીં ચાલે તો સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહિ

  • કોરોના વેક્સીનેશનનું સર્ટિફિકેટ બતાવીને એન્ટ્રી મળશે 

  • એક વખત પ્રવેશ મેળવ્યા બાદ ફરીથી રિએન્ટ્રી મળશે નહીં.

  • બહારના ફૂડ પર પ્રતિબંધ, સ્મોકિંગ પણ કરી શકાશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 પાર્કિંગ માટે ખાસ ધ્યાન રાખજો
અમદાવાદ પોલીસે સ્ટેડિયમમાં પાર્કિંગ માટે ખાસ સૂચના આપી છે કે, વાહન લઈ જશો તો એડવાન્સ બુકિંગ કરાવુ પડશે અને જ્યા બુકિંગ કરાવ્યુ છે ત્યા જ પાર્કિંગ કરવું. Show My Parking નામની એપ પરથી આ પાર્કિંગ એડવાન્સમાં બુકિંગ કરાવવુ પડશે. એડવાન્સ પાર્કિંગ હશે તો વાહન પાર્ક થઈ શકશે. નહિ તો અન્ય જગ્યાએ પાર્ક કરવુ પડશે. IPL માટે 31 પાર્કિગ પ્લોટ નક્કી કરાયા છે, જેમાં વાહનો પાર્ક કરવા મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા સવા લાખ લોકો બેસાડવાની છે. પરંતુ 31 પાર્કિંગ પ્લોટની કેપેસિટી 27 હજાર જેટલા વાહનો પાર્ક કરવાની છે. તેથી પોલીસે સૂચના આપી છે કે, જેઓને પોતાના વાહનો લઈ જવા છે ત્યા એડવાન્સ બુકિંગ કરાવે, અને જ્યા જગ્યા મળી છે ત્યા જ ગાડી પાર્ક કરે. મેચ જોવા જવી હોય તો બીઆરટીએસ અને એએમટીએસની મુસાફરી કરવી હિતાવહ રહેશે. તેમાં જઈને સ્ટેડિયમ સુધી પહોંચો તો પાર્કિંગનુ ટેન્શન નહિ રહે. સાથે જ પાર્કિંગ શોધવુ નહિ પડે. સાથે જ પાર્કિંગથી સ્ટેડિયમ સુધી ચાલવુ નહિ પડે. તેથી બસ મુસાફરી સરળ બની રહેશે. જો સ્ટેડિયમમાં વધુ વાહનો આવશે તો પાર્કિંગની સમસ્યા ઉભી થઈ શકે છે. 


શાનદાર રહેશે આઈપીએલની ફાઈનલ, રણવીર સિંહ પરફોર્મ કરશે 
IPL ની ફાઈનલ અમદાવાદમાં ખાસ બની રહેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કલાકારો ધૂમ મચાવશે. IPL ની ફાઇનલ મેચ પહેલા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. IPL ના સમાપન સમારોહમાં બૉલિવુડ સ્ટાર રણવીર સિંહ ડાન્સ પરફોર્મ આપશે. તેમજ સ્ટેડિયમમાં ઓસ્કાર એવોર્ડ જીતનાર સંગીતકાર એ.આર.રહેમાનના સંગીતના સૂરો રેલાશે. એટલુ જ નહિ, ઝારખંડના કલાકરો ચાહું નૃત્ય દ્વારા આકર્ષણ જમાવશે. આ ફાઈનલ એટલા માટે ખાસ બની રહેશે કે, ભારતીય ક્રિકેટના ઇતિહાસની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવશે. IPL ના સમાપન કાર્યક્રમની થીમ દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી પર આધારિત રહેશે. સમાપન કાર્યક્રમમાં કેન્દ્રના ટોચના નેતાઓ તેમજ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન્સ પણ ઉપસ્થિત રહી શકે છે. ફાઇનલ મેચ પૂર્વે પોણા કલાકનો સમાપન કાર્યક્રમ યોજાશે. તેના બાદ મેચ 8 વાગ્યાથી શરૂ થશે.


ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે, જ્યારે રવિવારે ફાઈનલ મેચ રમાશે. આવામાં દિલ્હી અને મુંબઈથી આવતી ફ્લાઈટના ભાડામાં ભરખમ વધારો થયો છે. મુંબઈથી અમદાવાદનું વિમાન ભાડું સામાન્ય રીતે 4થી 5 હજાર હોય છે, પણ અત્યારે 10 હજાર આસપાસ બોલાઈ રહ્યું છે. દિલ્હીનું રિટર્ન ભાડું 8થી 9 હજાર સામે 15થી 16 હજારે પહોંચ્યું છે.