અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ 450 કરતા વધારે કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં મુસ્લિમ દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. હાલમાં મુસ્લિમોનો ખાસ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને આ મહિનામાં મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે. આ સંજોગોમાં સિવિલ હોસ્પિટલમાં પણ મુસ્લિમ દર્દીઓના રોજાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજા રાખનાર દર્દીઓને વહેલી સવારે સહેરી સમયે 3:00 વાગ્યે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે. તેમને સાંજની ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે અને સંપૂર્ણપણે રોજાનું પાલન કરવામાં આવે છે. 


થોડા સમય પહેલાં સિવિલ હોસ્પિટલની સગવડ ટીકાનો મુદ્દો બની હતી. કોરોના દર્દીઓની જમવા અંગેની અનેક ફરિયાદો આવતા સિવિલ હોસ્પિટલનું તંત્ર સજાગ બન્યું છે અને હોસ્પિટલ દ્વારા દર્દીઓનું મેનુ જાહેર કરવામાં આવ્યું છે. 


અમદાવાદની સિવિલ કોવીડ હોસ્પિટલમાં દર્દીને અપાતા ભોજનનું મેનુ 


  • સવારે 7 વાગે ચા, દૂધ, કોફી, બિસ્કીટ

  • સવારે 8:30 વાગે મોસંબી, સંતરા, કેળા 

  • 9 વાગ્યે બટાકાપૌંઆ, કાંદાપૌંઆ, મસાલા ભાખરી

  • સવારે 10:30 વાગ્યે વેજિટેબલ સુપ

  • બપોરે 12 વાગ્યે રોટલી, શાક, દાળ, ભાત, સલાડ, છાશ

  • બપોરે 3:00 વાગે ફ્રૂટ ડિશ જેમાં પપૈયા, તરબૂચ, કેળા

  • સાંજે 5 વાગ્યે ચા

  • સાંજે 7 કલાકે જમવામાં રોટલી, શાક, કઢી, ખીચડી

  • રાત્રે 9:30 કલાકે ગરમ દૂધ અને બિસ્કીટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube