રાજ્યસભા ચૂંટણી મામલે દિલ્હીથી આવતીકાલે સ્પેશિયલ ઓબસર્વર આવશે ગુજરાત
રાજ્યસભા ચૂંટણી મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે ગુજરાત ચુંટણી આયોગની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રાજ્યસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં સ્પેશિયલ ઓબસર્વર ઉપસ્થિત રહેશે. દિલ્હીથી આવતીકાલે સ્પેશિયલ ઓબસર્વર ગુજરાત આવશે.
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણી મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે ગુજરાત ચુંટણી આયોગની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રાજ્યસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં સ્પેશિયલ ઓબસર્વર ઉપસ્થિત રહેશે. દિલ્હીથી આવતીકાલે સ્પેશિયલ ઓબસર્વર ગુજરાત આવશે.
આ પણ વાંચો:- પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ગુજરાત કોંગ્રેસ આવતીકાલે કરશે વિરોધ પ્રદર્શન
રાજ્યસભા ચૂંટણીને લઇન ગુજરાતમાં મતદાનથી મતગણતરીની પ્રક્રિયા પૂણ થાય ત્યાં સુધી સ્પેશિયલ ઓબસર્વર ઉપસ્થિત રહેશે. હાલ મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણન ઓબસર્વર સાથે અન્ય એક સ્પેશિયલ ઓબસર્વર અધિકારી ઉપસ્થિત રહેશે. સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પ્રથમવાર વીડિયોગ્રાફી સાથે સીસીટીવી કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવશે. પ્રથમવાર વેબકાસ્ટિંગ દ્વારા દિલ્હીથી પણ અધિકારીઓ નજર રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube