મૌલિક ધામેચા, અમદાવાદ : દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કહેરને પગલે અનેક દેશોમાં હાલ લોકડાઉનની સ્થિતિ છે. જોકે આવી પરિસ્થિતિમાં દેશની અનેક જેલોમાં બંધ કેદીઓ પોતાના પરિવારના સભ્યો સાથે મુલાકાતની રાહ જોઈ રહ્યા છે. આ સંજોગોમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ દ્વારા અનોખો પ્રયાસ મુલાકાત માટે કરવામાં આવ્યો અને કેદીઓને પરિવારજનો સાથે વાતચીત કરવા ઇ - મુલાકાત કરાવવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રયોગમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં દરરોજ ૫૦થી વધુ કેદીઓને પોતાના પરિવાર સાથે વાતચીત કરાવવામાં આવી છે અને છેલ્લા પંદર દિવસથી ૫૦૦થી વધુ કેદીઓની પરિવાર સાથે મુલાકાત કરાવાઈ છે.


મહત્વનું છે કે દેશના અનેક રાજ્યમાં ફસાયેલા લોકો પણ પોતાના પરિવાર સાથે જવા માટે ઇચ્છી રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ કાચા કામના અને પાકા કામના કેદીઓને પણ પરિવાર સાથે વાતચીત કરવાથી મનની શાંતિ મળે છે. કેદીઓને પોતાનો પરિવાર સુરક્ષિત હોવાનો અનુભવ થાય તે હેતુસર આ મુલાકાત શરૂ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube