રાજકોટ: પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 21 એપ્રિલ 2021 ના ​​રોજ રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેન નંબર 09521 રાજકોટ (Rajkot) - સમસ્તીપુર (Samastipur) જંકશન વિશેષ, તારીખ 21 એપ્રિલ 2021 ને બુધવારે સવારે 11.00 વાગ્યે રાજકોટ થી ઉપડશે અને શુક્રવારે સવારે 06:00 કલાકે સમસ્તીપુર જંકશન પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09522 સમસ્તીપુર જંકશન-રાજકોટ વિશેષ 24 એપ્રિલ, 2021 ને શનિવારે સમસ્તીપુર જંકશનથી સવારે 06:20 વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે 03.05 વાગ્યે રાજકોટ પહોંચશે.


આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં અમદાવાદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, સવાઇ માધોપુર, ભરતપુર, અચનેરા, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરીયા સદર, સીવાન, છપરા, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો પર રોકાશે.

કોરોના સામે કવચ પુરૂ પાડે છે આ અમૃતા ઔષધિ, ચરક સંહિતામાં ખૂબ છે જાણીતી


આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગ ક્લાસના આરક્ષિત કોચ રહેશે. આ ટ્રેન ખાસ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09521 નું પેસેન્જર રિઝર્વેશન 20 એપ્રિલ 2021 ના ​​રોજ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ પેસેન્જર આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી શરૂ થશે.

વિદ્યાર્થી- શિક્ષકોને ભેટ, હવે સ્કૂલ ID બતાવી સસ્તા ભાવે ખરી શકશો આ Samsung Tab


ટ્રેનો (Train) ની સંરચના, આવર્તન, ઑપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ અને ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફરમ ટિકિટવાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસઓપી અનુસરવા વિનંતી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube