અમદાવાદ : ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પે મુદ્દે આંદોલન છેડવામાં આવ્યું હતું. જો કે પોલીસ વડા અને ગૃહમંત્રી દ્વારા બાંહેધરી બાદ આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. જો કે ગૃહખાતાના જ એક વિભાગ સાથે વર્ષોથી ઓરમાયુ વર્તન થતું હોવાના આરોપ સાથે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા હવે સરકાર વિરુદ્ધ બાંયો ચડાવવામાં આવી છે. સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે, અમારી સાથે 1967 થી અન્યાય થઇ રહ્યો છે જેને હવે દુર કરવામાં આવે. ગૃહખાતાના મહત્વના વિભાગ અને રાજ્યમાં નશાબંધીની મહત્વની કામગીરી કરનાર આ વિભાગ સાથે ઓરમાયું વર્તન થાય તે યોગ્ય નથી. સરકારે આ અંગે વિચારણા કરવી જોઇએ.આ સંબંધિત માંગણી સાથે હવે આ વિભાગે આવેદન પત્ર આપવાનું પણ શરૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર પર ગોઠવાશે ચોકી પહેરો, આ શહેરમાં કોરોના ટેસ્ટ કરીને જ એન્ટ્રી મળશે


આજે નશાબંધી અને આબકારી ખાતાના તામામ કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર અને ઈન્સ્પેક્ટર દ્વારા તમામ જિલ્લા અધિક્ષકો, રાજ્યના નિયામક, ગૃહમંત્રી તેમજ હોમ ડિયપાર્ટમેન્ટના સચિવ, ઉપસચિવ, નાયબ સચિવોને જિલ્લા વાઈઝ આવેદન પત્ર આપવામાં આવ્યા. જેમાં મુખ્ય એવી માંગણી કરવામાં કે, ગૃહખાતાના ત્રણ ખાતા જેમાં એક નશાબંધી અને આબકારી ખાતું છે. જેના ગ્રેડ પેમાં વર્ષ 1967 થી વિસંગતતા છે. એજ વિસંગતતા હજુ સુધી ચાલી આવે છે.


ભાવનગર : રાજ્યપાલનો ગાય પ્રેમ છલકાયો, રાષ્ટ્રપતિને વિદાય કરીને ગૌ શાળાની મુલાકાત લેવા પહોંચ્યા 


આજે પણ નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓનો ગ્રેડ પે પોલીસ અને જેલ ડિપાર્ટમેન્ટ સમકક્ષ તો નથી જ હાલ કોન્સ્ટેબલ ૧૬૫૦/-, જમાદાર ૧૯૦૦, સબ ઈન્સ્પેક્ટર ૨૮૦૦, ઈન્સ્પેક્ટર ૪૨૦૦ છે. જે પોલિસ ખાતાના હાલના ગ્રેડ પે કરતા ખૂબ ઓછો છે. જ્યારે હવે સરકાર પોલીસ ખાતાનો ગ્રેડ પે વધારવાની તજવીજ હાથ ધરી રહી છે. ત્યારે નશાબંધી ખાતાને જો ધ્યાનમાં ના લેવાય તો તેમને ફરીથી અન્યાય થઈ શકે તેમ છે. જેથી નશાબંધી ખાતાને પણ પોલીસ સમકક્ષ ગ્રેડ પે મળે એવી ચારે તરફ માંગણી ઉઠી છે. જો સરકાર દ્વારા જો આ બાબત પર ધ્યાન આપવામાં નહીં આવે તો દરેક જિલ્લાના કર્મચારીઓ એ ઉપવાસની ચીમકી આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube